ત્રણ કિ.મી. લાંબી પી.વી.સી. પાઈપલાઈનની કામગીરી પૂર્ણ થયે વાડી વિસ્તારના લોકોની સુખાકારીમાં વધારો થશે
જામનગર તા.10 એપ્રિલ, રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલના હસ્તે ચંદ્રગઢ-વાવ બેરાજા ગામના વાડી વિસ્તારમાં રૂ.12 લાખથી વધુના ખર્ચે પીવાના પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે રસ્તા તથા પાણીની ગ્રામજનોની વારંવારની રજૂઆતોને ધ્યાને લઈ સરકારે યોગ્ય મંજૂરી આપતા આજે આ વિકાસ કામોના ખાતમુહૂર્ત થઈ રહ્યા છે.વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની સમગ્ર દેશના દરેક ઘરોને નળથી જળ ઉપલબ્ધ થાય તે માટેની નેમને સાકાર કરવાનો આ યથાર્થ પ્રયાસ છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો મળી રહે, સિંચાઈનું પાણી તથા પાકના પોષણક્ષમ ભાવો મળે તે માટે સરકાર સતત ચિંતિત છે અને આ દિશામાં સકારાત્મક નિર્ણયો લઈ પૂરતા પ્રયત્નો કરી રહી છે.ખેડૂતને પોતાની જણસનું યોગ્ય વળતર મળી રહે તે માટે ટેકાના પૂરતા ભાવો સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે અને સમયસર તેની ખરીદી કરી ખેડૂતોને કોઈપણ જાતનું આર્થિક નુકસાન ન થાય તેની કાળજી લેવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે જામનગર તાલુકા હેઠળના વાવ-બેરાજા ગામની મોટાભાગની વસતી આસ પાસના વાડી વિસ્તારોમાં રહે છે. આથી આ ગ્રામજનોને પીવાના પાણી માટે કોઈ મુશ્કેલી ન પડે તે માટે સસોઈ જૂથ યોજનાના ચંદ્રગઢથી વાડી વિસ્તારમાં બનાવવામાં આવેલ 50 હજાર લીટર ક્ષમતાના હયાત સંપ સુધી 90 મી.મી. વ્યાસની અંદાજિત ત્રણ કિ.મી.ની પી.વી.સી. પાઈપલાઇન તથા પંપિંગ મશીનરીના કામ માટે રૂ.૧૨,૯૪,૬૮૦ ની સરકાર દ્વારા મંજૂરી મળેલ છે. જે કામગીરીની અમલવારી ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયેથી વાવ બેરાજા ગામની આસ પાસના વાડી વિસ્તારમાં રહેતા લોકોની સુખાકારીમાં વધારો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech