રાજકોટમાં શાળામાં નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળાના ગુપ્ત ભાગે ઈજા પહોંચાડવા અંગે શિક્ષિકા સામે ગુનો નોંધાયો

  • April 19, 2025 03:01 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના રેલનગર વિસ્તારમાં આવેલી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં શિક્ષિકાએ નર્સરીમાં અભ્યાસ કરતી ચાર વર્ષની બાળાના ગુપ્તભાગે પેન અથવા અન્ય કોઈ રીતે આંતરિક ઈજા પહોંચાડી હોવા અંગે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. બનાવને લઈ પોલીસે તપાસ શરૂ કરી છે. બીજી તરફ આ ઘટનાને લઇ શિક્ષિકા અને સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા સીસીટીવી ફૂટેજ જાહેર કરી આક્ષેપોને તથ્ય વિહોણા ગણાવ્યા છે. ત્યારે ખરેખર બાળકીને ઈજા કઈ રીતે પહોંચી અને જો શિક્ષિકાએ બાળકીને ઈજા પહોંચાડી તો તે પાછળનો ઇરાદો શું? સહિતની બાબતોએ ભારે રહસ્ય સર્જયુ છે જે અંગે પોલીસે તપાસ કરી રહી છે.


આ ચકચારી બનાવ અંગે ભોગ બનનાર બાળાની માતાની ફરિયાદ પરથી કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલના શિક્ષિકા મિતલબેન વિરુદ્ધ બીએનએસની કલમ 115(2), 101 તથા પોકસો એકટ હેઠળ પ્ર.નગર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે, મારી ચાર વર્ષ ચાર માસની દીકરી કર્ણાવતી સ્કૂલમાં નર્સરીમાં અભ્યાસ કરે છે. ગત ત. 11/ 4 ના દીકરી શાળાએથી આવી ત્યારે તેણે પોતાને ગુપ્ત ભાગે દુ:ખે છે તેવું કહેતા કંઈક થયું હશે નાનું બાળક છે તેમ સમજી ધ્યાન આપ્યું ન હતું. બીજા દિવસે ફરીથી દીકરીએ આવી ફરિયાદ કરી હતી જેથી તપાસ કરતા કંઈક અજુગતું જણાયું હતું.જેથી દીકરીને પૂછતા દીકરીએ સ્કૂલમાં મેડમે ગુપ્તભાગે કંઈક અંદર નાખ્યાનું જણાવ્યું હતું જેથી સ્કૂલ એક્ટિવિટીના ફોટા મોબાઇલમાં આવતા હોય તે બતાવી પૂછતા દીકરીએ મિતલ મેડમનો ફોટો બતાવ્યો હતો. બાદમાં દીકરીને ખાનગી હોસ્પિટલમાં યુરીનના રિપોર્ટ કરાવ્યા હતા. ત્યારબાદ અન્ય હોસ્પિટલમાં દેખાડ્યું હતું.


તા. 14/1 દીકરીને સ્કૂલે ગયા હતા અને પ્રિન્સિપાલને વાત કરી હતી પ્રિન્સિપાલે પણ મોબાઈલમાં મેડમનો ફોટો દેખાડતા દીકરીએ ઓળખી બતાવ્યો હતો અને સીસીટીવી ફૂટેજ બતાવવાનું કહેતા પ્રનિસિપાલે ચેક કરીને કંઇ હશે તો તમને જણાવીશ તેમ કહી ફૂટેજ બતાવ્યા ન હતા. 15મી એ પરીક્ષા હોય દીકરી સાથે હું સ્કૂલે ગઈ હતી ફરી ફૂટેજ બતાવવાનું કહેતા તેણે ફુટેજ બતાવ્યા હતા જેમાં દીકરી આવતી જતી દેખાય હતી. તારીખ 14 ના ફૂટેજ બતાવ્યા ન હતા. બાદમાં ઘરે આવી દીકરીને આજે સ્કૂલમાં કોઈએ કંઈ કર્યું તો નથી ને તેમ પૂછતા તેણીએ કોઈએ પગમાં શરીરે મારમાર્યો હોાવનું કહ્યું હતું. તા. 16 ના દીકરીને ગુપ્તભાગે દુઃખતું હોય ઝનાના હોસ્પિટલે લઈ જતા ત્યાં દાખલ કરી હતી જેથી દીકરીને ગુપ્ત ભાગે ટીચર મેડમે તેની મરજી વિરુદ્ધ આંગળી પેન જેવી કોઈ વસ્તુ નાખી ઈજા કરી હોય તેમ જ બીજી વાર મૂંઢ મારમાર્યો હોય આ ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ પ્ર.નગર પોલીસ મથકના પીઆઇ વી.આર.વસાવા, હેડ કોન્સ્ટેબલ એચ.જે. ચાવડાએ ગુનો દાખલ કર્યો હતો. બનાવ અંગે વધુ તપાસ એસીપી ચિંતન પટેલ ચલાવી રહ્યા છે.


શિક્ષિકા સ્કુલ મેનેજમેન્ટે આક્ષેપો નકાર્યા

ચકચાર મચાવતી આ ઘટનાને લઇ જેના પર આક્ષેપ થયો છે તે શિક્ષિકા મિતલબેન મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે મારી સામે થયેલા આક્ષેપો ખોટા છે. વાલીઓએ આવો આક્ષેપ કરવો ન જોઈએ દીકરી સ્કુલ સિવાય અન્ય જગ્યાએ પણ જતી હોય તો તે અંગે વાલી એ તપાસ કરવી જોઈએ ઘટના અંગે સ્કૂલના મેનેજિંગ ડાયરેક્ટર અશોક પાંંબર જણાવ્યું હતું કે અમારે શિક્ષિકા નિર્દોષ છે બાળકી સ્કૂલે આવી અને બહાર નીકળી ત્યાં સુધીના સીસીટીવી ફૂટેજ અમારી પાસે છે. જેમાં કોઈ પણ પ્રકારની કોઈ બાબત નજરે આવતી નથી.


સ્કુલે જઇ એનએસયુઆઇને વિરોધ કર્યો

ચાર વર્ષની બાળા સાથે બનેલી આ અજુગતી ઘટનાને લઇ આજરોજ એનએસયુઆઇ દ્વારા કર્ણાવતી સ્કૂલે પહોંચી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. જેમાં એનએસયુઆઇએ શિક્ષિકાની ધરપકડ કરી અને સ્કૂલ સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મામલો ઉગ્ર બને તે પહેલા જ હાજર પોલીસે એનએસયુઆઇના ત્રણ કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. જેને લઇ એક તબક્કે સ્થિતિ તંગ બની જવા પામી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News