દક્ષિણ રાજકોટમાં કોઠારીયા રોડ નજીક વોર્ડ નંબર 17 માં પીપળીયા હોલ રોડ ઉપર આવેલ બાબરીયા કોલોની પાસેની પરમેશ્વર સોસાયટીમાં આજે મહાનગરપાલિકાનો કાફલો ત્રાટકયો હતો અને ૨૬ જેટલા રહેણાંક મકાનો ઉપર બુલડોઝર ફેરવીને ૧૫ મીટરનો ટીપી રોડ ખુલ્લો કરાવવામાં આવ્યો હતો.
વિશેષમાં મ્યુનિ.સૂત્રોએ જણાવ્યું હતું કે, ડેપ્યુટી કમિશ્નર હર્ષદ આર. પટેલની સુચના તથા એડી. સીટી એન્જીનીયર એ.એ.રાવલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે શહેરના વોર્ડ નં.૧૭માં પીપળીયા હોલથી આગળ બાબરીયા કોલોની નજીક ટી.પી.સ્કીમ નં.૧૦(રાજકોટ)ના ૧૫ મીટરના ટી.પી.રોડ ઉપર પરમેશ્વર સોસાયટી, શેરી નં.૩ પબ્લીક મેઇન રોડમાં ૨૦ પાકા મકાન (પાર્શીયલ) તેમજ ૬ કાચા રહેણાંક મકાન તથા ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલ બાંધકામ દુર કરીને અંદાજે ૫૨૫ ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ઉપરોક્ત ઓપરેશનમાં સેન્ટ્રલ ઝોન ટાઉન પ્લાનીંગ બ્રાન્ચનો તમામ સ્ટાફ, દબાણ હટાવ સ્ટાફ, ફાયર બ્રિગેડ સ્ટાફ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ બ્રાન્ચ સ્ટાફ, બાંધકામ શાખા સ્ટાફ તથા રોશની શાખાનો સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો. ઉપરોક્ત ડિમોલિશન વેળાએ લોકોના ટોળા ઉલટી પડ્યા હતા પરંતુ વિજિલન્સ પોલીસના જવાનોએ ચુસ્ત બંદોબસ્ત જાળવતા કોઇ અનિચ્છનીય ઘટના બની ન હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશહેરમાં ઉનાળાની સીઝનને અનુલક્ષીને ફૂડ શાખા સક્રિય: વ્યાપક સ્થળે ચેકિંગ
May 19, 2025 11:52 AMબરડા ડુંગરમાં દેશી દારૂની ભઠ્ઠી પર ભાણવડ પોલીસનો દરોડો
May 19, 2025 11:47 AMસુન્ની મુસ્લિમ સમાજ દ્વારકા દ્વારા સર્વરોગ નિ:શુલ્ક નિદાન કેમ્પ
May 19, 2025 11:45 AMવીર શહીદોના સન્માનમાં દ્વારકા-ખંભાળીયામાં યોજાતી તિરંગા યાત્રા
May 19, 2025 11:43 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech