યોગેશ્ર્વરનગર અને વુલનમીલ ફાટકમાં દરોડા : રામનગરમાં મકાનમાંથી જુગારનો અખાડો ઝડપાયો
જામનગરના યોગેશ્ર્વરનગર, વુલનમીલ ફાટક અને ગોકુલનગર રામનગર વિસ્તારમાં જુગાર અંગે દરોડા પાડી 9 મહિલા સહિત 15ની અટકાયત કરાઇ હતી, રોકડ અને ગંજીપતા જપ્ત કરવામાં આવ્યા હતા.
સીટી-એ પીઆઇ એન.એ. ચાવડાની સુચનાથી પીએસઆઇ એમ.એન. રાઠોડ અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રવિરાજસિંહ અને વિક્રમસિંહને સંયુકત બાતમી મળેલ કે, જામનગરના યોગેશ્ર્વરનગર શેરી નં. 4માં જાહેરમાં તિનપતીનો જુગાર રમાય છે જેના આધારે પોલીસે દરોડો પાડયો હતો.
તિનપતીનો જુગાર રમતા નવાગામ ઘેડ, ઇન્દીરા સોસાયટી શેરી નં. 10માં રહેતા નકુલ પરસોતમ રાઠોડ, યોગેશ્ર્વરનગરમાં રહેતી જયોતીબેન રમેશ મેંઢ, રામવાડીના રેખાબેન જેન્તી દાવડા, નવાગામ ઘેડના વષર્બિેન ભરત સોલંકી, ગુલાબનગર વાંઝાવાસના હમીદાબેન અબ્દુલ જામ અને યોગેશ્ર્વરનગરના શોભનાબેન દિલીપ રોરીયાની અટકાયત કરી હતી, 12840ની રોકડ અને ગંજીપતા કબ્જે કરવામાં આવ્યા હતા.
બીજા દરોડામાં સીટી-સી પીઆઇ જે.વી. ચૌધરી, પીએસઆઇ બરબસીયા અને સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે યશપાલસિંહ, હોમદેવસિંહ, હર્ષદભાઇને સંયુકત બાતમી મળેલ કે, શહેરના ગોકુલનગર, રામનગર શેરી નં. 8માં રહેતો માલદે પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી, નાલ ઉઘરાવી તિનપતીનો જુગાર રમાડે છે, જે બાતમી આધારે દરોડો પાડી રામનગરના માલદે આલા ચાવડા તથા તિનપતીનો જુગાર રમતા પાણાખાણા શેરી નં. 7માં રહેતા રામ પોલા વશરા, અંધાશ્રમ આવાસ બ્લોક નં. 93માં રહેતી આશાબેન કેશવ મોઢવાડીયા, રામનગર શેરી નં. 8માં રહેતી સતીબેન માલદે ચાવડા, હર્ષદમીલની ચાલી પાસે પ્રણામી-3માં રહેતી દક્ષાબા જબ્બરસિંહ રાઠોડ અને જોલી બંગલા પાસે રહેતી શાંતાબેન પરસોતમ શેઠીયાની અટકાયત કરી 17630ની રોકડ અને ગંજીપતા જપ્ત કયર્િ હતા.
આ ઉપરાંત સીટી-સી ડીવીઝનના ખીમશીભાઇ તથા વનરાજભાઇને બાતમી મળેલ કે જામનગર આંબેડકર બ્રીજ નીચે વુલનમીલ ફાટક પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ગણપતીનગરના રમેશ કેશુ રાઠોડ, મુળ પીંડારા હાલ ગણપતનગરના ધાના ઉર્ફે ભુપત રામશી માડમ અને ગણપતનગરના મધુ રામા સાગઠીયાને પકડી લીધા હતા, 10020ની રોકડ અને ગંજીપતા જપ્ત કરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech