સુપ્રીમ કોર્ટે ગુજરાતના સોમનાથમાં ઉર્સની ઉજવણીને લઈ મુસ્લીમ પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજી ફગાવી દઈ ધાર્મિક સરઘસ પર રોક લગાવી છે. અરજીમાં ગીર સોમનાથ જિલ્લામાં તોડી પાડવામાં આવેલી દરગાહ ખાતે 1 થી 3 ફેબ્રુઆરી દરમિયાન 'ઉર્સ'નું આયોજન કરવાની પરવાનગી માંગવામાં આવી હતી. જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચે ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાની રજૂઆતોની નોંધ લીધી કે સરકારી જમીન પર મંદિરો સહિત તમામ અનધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે.
સુપ્રીમ કોર્ટમાં શું થયું?
મુસ્લિમ પક્ષના વકીલે કહ્યું કે ઉર્સ વર્ષોથી થઈ રહ્યો છે પરંતુ વહીવટી તંત્રે પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. વકીલે કહ્યું કે ત્યાં દલીલ એવી હતી કે ત્યાં કોઈ દરગાહ નહોતી. ઉર્સ માટે પરવાનગી માંગનારા પક્ષ તરફથી હાજર રહેલા વકીલે જસ્ટિસ બી.આર. ગવઈ અને ઓગસ્ટિન જ્યોર્જ મસીહની બેન્ચને જણાવ્યું હતું કે રેકોર્ડ દર્શાવે છે કે 1960 સુધી, અમુક શરતો સાથે પરવાનગી આપવામાં આવતી હતી અને દર વર્ષે ત્રણ દિવસનો ઉત્સવ યોજાતો હતો. ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પક્ષનો દાવો છે કે આ દરગાહ ૧૨૯૯થી અસ્તિત્વમાં છે. તે એક સંરક્ષિત સ્મારક છે પરંતુ હવે તેને તોડી પાડવામાં આવ્યું છે.
સરકારે શું દલીલ કરી?
ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે, આ જમીન ૧૯૫૧માં સરદાર પટેલ ટ્રસ્ટને સોંપવામાં આવી હતી. તે વિસ્તારમાં બધા ધર્મોના બધા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. તેમાં એક મંદિર પણ છે. મુખ્ય કેસ હાલમાં હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે. ASIએ એમ પણ કહ્યું છે કે, અહીં કોઈ સુરક્ષિત માળખું નથી. ત્યારબાદ કોર્ટે મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી ફગાવી દીધી. અગાઉ 27 જાન્યુઆરીના રોજ, સર્વોચ્ચ અદાલતે કહ્યું હતું કે, તે ત્રણ અઠવાડિયા પછી વિવિધ અરજીઓ પર સુનાવણી કરશે, જેમાં ગીર સોમનાથ જિલ્લામાં રહેણાંક અને ધાર્મિક બાંધકામોને પૂર્વ પરવાનગી વિના તોડી પાડવા બદલ ગુજરાત સત્તાવાળાઓ સામે તિરસ્કારની અરજીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech