અમેરિકાના અલાબામાની તુવાના લૂની ડુક્કરની કિડની ધરાવતી સૌથી લાંબી ઉંમરની સ્વસ્થ વ્યક્તિ બની છે. નવેમ્બર 2024માં ટ્રાન્સપ્લાન્ટ પછી, આ 53 વર્ષીય મહિલા 61 દિવસથી આ કિડની સાથે જીવી રહી છે. તેમનું સ્વાસ્થ્ય સારું છે. પોતાને ’સુપરવુમન’ કહેતી લૂની ન્યૂ યોર્કના રસ્તાઓ પર તેના પરિવારના સભ્યો કરતાં વધુ ઝડપથી ચાલે છે. તે ડુક્કરના કિડની ટ્રાન્સપ્લાન્ટ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો અને ડોકટરો માટે એક મોટી આશા બની ગઈ છે. ડોકટરો ડુક્કરમાં આનુવંશિક રીતે ફેરફાર કરી રહ્યા છે જેથી તેમના અંગો માણસોના અંગો જેવા થઈ શકે. આ પ્રક્રિયાને ’ઝેનોટ્રાન્સપ્લાન્ટેશન’ કહેવામાં આવે છે. તુવાના લૂનીએ 1999માં પોતાની એક કિડની પોતાની માતાને દાન કરી હતી. થોડા વર્ષો પછી, ગભર્વિસ્થા દરમિયાન હાઈ બ્લડ પ્રેશરના કારણે તેની બીજી કિડનીને નુકસાન થયું. તેણે 2016માં કામ કરવાનું બંધ કરી દીધું. લૂની આઠ વર્ષ ડાયાલિસિસ પર રહ્યા. 25 નવેમ્બર, 2024ના રોજ ન્યૂ યોર્કની લેંગોન હોસ્પિટલમાં તેમના શરીરમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી.
સાત કલાકના ઓપરેશન દરમિયાન ટુવાના લૂનીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયેલી કિડની વર્જિનિયાની બાયોટેક કંપ્ની રેવિવિકોર દ્વારા વિકસાવવામાં આવી હતી. આ ડુક્કરની કિડનીમાં 10 આનુવંશિક ફેરફારો કરવામાં આવ્યા હતા, જેથી તે માનવ શરીરમાં વધુ સારી રીતે કાર્ય કરી શકે. ડોક્ટરોના મતે, તેમની કિડની સામાન્ય રીતે કામ કરી રહી છે. લૂની પહેલા, ડુક્કરની કિડની બે અન્ય લોકોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી, પરંતુ તેઓ લાંબા સમય સુધી જીવિત રહી શક્યા નહીં. પ્રથમ દર્દી, રિક સ્લેમન, ટ્રાન્સપ્લાન્ટના બે મહિના પછી મૃત્યુ પામ્યા. બીજી દર્દી, લિસા પિસાનો, 47 દિવસ સુધી જીવિત રહી. 2023 માં, ન્યુ યોર્ક યુનિવર્સિટી હોસ્પિટલે એક મૃત વ્યક્તિના શરીરમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી. તે કિડનીએ 61 દિવસ પછી કામ કરવાનું બંધ કરી દીધું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMદૂધ-ખાદ્ય તેલના ભાવથી રસોડાનું બજેટ ખોરવાયું, સસ્તા દાળ અને શાકભાજીએ રાહત આપી
May 23, 2025 12:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech