દબાણ અધિકારી તરીકે નિતીન મહેતાની કરાઇ નિમણુંક: સુનિલ ભાનુશાળીને ઇન્ચાર્જ સિકયુરીટી અને ટેકસ ઓફીસર તરીકે નિમણુંક અપાઇ: મ્યુ.કમિશ્નરનું કડક પગલું
જામનગર મહાનગરપાલીકામાં એસ્ટેટ વિભાગના એક અધિકારી અને કર્મચારી સામે કેટલીક ફરિયાદો થયા બાદ મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ ખાનગીમાં તપાસ કરાવતા તેઓ પણ ચોંકી ઉઠયા હતાં અને આખરે એસ્ટેટ વિભાગના દબાણ અધિકારી તરીકે ફરજ બજાવતા સુનીલ ભાનુશાળી અને અન્ય કર્મચારી યુવરાજસિંહને અન્ય શાખામાં મુકી દેવામાં આવ્યા છે, આ બદલી થતાં જ કેટલાક અનેક તર્ક-વિતર્ક શ થયા છે, પરંતુ આ બદલી વહિવટી સરળતા ખાતર થઇ હોવાનું પણ બહાર આવ્યું છે. જો કે મ્યુ.કમિશ્નર ડી.એન.મોદીએ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યૂં હતું કે, કેટલાક કર્મચારીઓ લાંબા સમયથી એક જગ્યાએ ફરજ બજાવતા હોય તેના કારણે આ બદલી કરવામાં આવી છે.
જાણવા મળતી વિગત પ્રમાણે અગાઉ ટાઉનહોલમાં ફરીથી ઉદઘાટન થયા પહેલા અંદરના ભાગમાં એક લગ્ન થયા હતાં, સામાન્ય રીતે કોઇપણ વ્યકિતને અંદર લગ્ન કરવાની છુટ નથી, પરંતુ આ દબાણ અધિકારીના આશીવર્દિથી આ લગ્ન થતાં જ મ્યુ.કમિશ્નરને એક રિપોર્ટ થયો હતો અને આ ખાનગી રીપોર્ટ બાદ બીજા દિવસે જ ટાઉનહોલના ઇન્ચાર્જ અધિકારી તરીકે સુનિલ ભાનુશાળી પાસેથી ચાર્જ આંચકી લેવામાં આવ્યો હતો.
એવી પણ વિગતો બહાર આવી છે કે, સુનિલ અને યુવરાજસિંહ કેટલીક ફરીયાદો હતી અને ત્યારબાદ મ્યુ.કમિશ્નરે તાત્કાલીક અસરથી આ બંનેને આ શાખામાંથી તાત્કાલીક બદલવા આદેશ કર્યો હતો, કેટલાક રાજકીય લોકોને પણ આ અધિકારી પુછતા હોવાનું પણ બહાર આવ્યું છે, યુવરાજસિંહને સોલીડ વેસ્ટ શાખામાં મુકી દેવામાં આવ્યા છે જયારે હવે સુનિલ ભાનુશાળી પાસે ઇન્ચાર્જ સિકયુરીટી ઓફીસર અને ટેકસ વિભાગના રીકવરી ઓફીસર તરીકે ચાર્જ છે. એસ્ટેટ શાખામાં હવે નિતીન મહેતા અને અનવર ગજણ બંને અધિકારીઓ ફરજ બજાવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરના કનસુમરા ગામ નજીક નકલી વિદેશી દારૂ બનાવવાની મીની ફેક્ટરી ઝડપાઈ
May 18, 2025 02:42 PMઆતંકવાદ સામે ભારતનું મિશન! 'ઓપરેશન સિંદૂર' હેઠળ 33 દેશોમાં ગાજશે પાકિસ્તાનની કરતૂતો
May 18, 2025 12:05 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech