કાલાવડ રોડ પર કટારીયા ચોક પર ફલાય ઓવર બ્રીજ અને ૧૫૦ ફુટ રીંગ રોડ-ર પર અન્ડરપાસ બનાવવાનાં કામે તા.૨૬-૩-૨૦૨૫ના રોજ વર્ક ઓર્ડરથી કામ શરુ કરવામાં આવેલ. જે ૩૦ માસ (ચોમાસા ઋતુ સહીત)ની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું આયોજન છે.
છેલ્લા એક મહિનાની અંદર આ પ્રોજેકટમાં ટ્રાફિક ડાયવર્ઝનનું આગોતરું આયોજન કરી કાલાવડ રોડ તેમજ રીંગ રોડ-૨ ૪૫ મીટરના સર્વિસ રોડ બનાવવાની કામગીરી માટે અન્ડર ગ્રાઉન્ડ યુટીલીટીઝ જેવી કે, સ્ટોર્મ વોટર પાઇપ લાઇન અંદાજે ૧૨૦૦ રનીંગ મીટર, યુટીલીટી ડકટ અંદાજે ૧૦૦૦ રનીંગ મીટર, પાણીની ડી.આઇ. પાઇપ લાઇન અંદાજે ૧૧૦૦ રનીંગ મીટર, ડ્રેનેજ પાઇપ લાઇન અંદાજે ૯૦૦ રનીંગ મીટર વિગેરે કામગીરી કરવામાં આવેલ છે.
દૈનિક હજારોની સંખ્યામાં પસાર થતાં વાહનોના પરિવહનને સમગ્ર પ્રોજેકટ દરમિયાન અસર ના થાય તે અંગેનું આગોતરું આયોજન કરી તેના રૂટ ડાયવર્ઝનની કામગીરીમાં છેલ્લા એક મહિનામાં અંદાજે 80% જેટલું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. બ્રિજના પિઅરની કામગીરી શરૂ થાય તે પહેલા ડાયવર્ઝન રૂટ પર વાહનોની અવર જવર રાબેતા મુજબ થઈ શકશે.
કટારીયા ચોકડી ખાતે બ્રિજ બનાવવા માટે ખોદાણ કામ શરૂ કરતા પહેલા આ રસ્તાની ટ્રાફિક વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઇ રહે તે હેતુસર ડાયવર્ઝન રોડની કામગીરી પ્રગતિ હેઠળ છે. જેનો ડાયવર્ઝન રૂટ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
ડાયવર્ઝન રૂટના કામ અન્વયે કુલ ૯૬૮૦૦ કયુબીક મીટર ખોદાણ, અંદાજે ૪૪૯૦૦ કયુબીક મીટર સબબેઇઝ, અંદાજે ૪૨૦૦ ટન ડામર કામ કરવામાં આવેલ છે તેમજ બાકીની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે.
કટારીયા ચોકનો થ્રી-લેયર મલ્ટીલેયર ફ્લાયઓવર બ્રિજ ૪૫ મીટર પહોળા ટીપી કાલાવડ રોડ ઉપર ૨૫ મીટર પહોળો ફ્લાયઓવર (૧૮ મીટર વાહનો ૭ મીટર રાહદારી પુલ), કાલાવડ રોડ પર ફોર લેન ૮૫૦ મીટર લાંબો ફ્લાયઓવર, ફ્લાય ઓવરની કુલ ૮૫૦ મીટર લંબાઈમાં ફરજિયાત (મુખ્ય) સ્પેનઆઉટમાં વચ્ચેનાં ભાગમાં 160 મીટર લાંબો આઇકોનિક એક્સ્ટ્રા ડોઝ બ્રિજ ભાગ, અવિરત અને સલામત ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરના આયોજન સાથે આ પ્રકારનો ગુજરાતમાં પ્રથમ વાહન કમ પેડેસ્ટ્રિયન ફ્લાયઓવર બ્રિજ બનવા જઈ રહ્યો છે.
આ બ્રિજ બનાવવા માટે અંદાજીત રકમ રૂા.૧૬૭.૨૫ કરોડનો ખર્ચ થશે. આ બ્રિજ બનવાથી અંદાજીત ૩ લાખ નાગરિકો સરળતાથી પરિવહન કરી શકશે. ફલાય ઓવર બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટરનો સર્વિસ રોડ, રીંગ રોડ-૨ ઉપર બીઆરટીએસ બસની અવર જવર માટે ૭.૫ મીટર, ગ્રાઉન્ડ કોરીડોર, પેડેસ્ટ્રીયન માટે ફુટપાથની વ્યવસ્થા, વરસાદી પાણીનાં નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઈન, સર્વિસ યુટીલીટી ડકટ, અંડરપાસની શરૂઆતમાં, ફ્લાયઓવર અંડરસ્પેસની નીચે જંકશનની મધ્યમાં સોફ્ટ લેન્ડસ્કેપ, ફ્લાયઓવર અંડરસ્પેસ ડેવલપમેન્ટના વિવિધ મલ્ટિયુઝ વિકલ્પો પાર્કિંગ, બાળકોના રમવા, બહુવિધ ઉપયોગ, પ્લેટફોર્મ, હોકર્સ સ્ટેન્ડ, બેઠક, શૌચાલય. ફ્લાય ઓવરની ઉપર ૧.૩૫ મીટર પહોળો લેન્ડસ્કેપ / પ્લાન્ટેશન, સમગ્ર લંબાઈ માટે ફૂટપાથ તેમજ ફ્લાયઓવરની ટોચ પર ૧.૨ મીટર પહોળી ફૂટપાથ અને વાહનોની અવરજવર માટે બંને બાજુ વધારાનો પહોળો ૨ લેન કેરેજ-વે ૮.૫ મીટરનો બનાવવામાં આવશે.
મ્યુનિસિપલ કમિશનરની ઉપરોક્ત સાઇટ વિઝિટ દરમ્યાન નાયબ મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની, ચેતન નંદાણી, હર્ષદ પટેલ, સિટી એન્જીનિયર કુંતેશ મહેતા, ડી.ઇ.ઇ. અમિત ડાભી, નાયબ પર્યાવરણ ઈજનેર દિગ્વિજયસિંહ તુંવર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ડાયવર્ઝન રૂટ નં.૧
રાજકોટ શહેર થી કાલાવડ તરફ જવા માટે
કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડ થી ધ વાઇબવાળા રસ્તા થી ૧૫૦ ફુટ રીંગ-ર થઇ પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસ થી જીનીયશ સ્કુરલવાળા રસ્તાથી કાલાવડ રોડ. અહીં લંબાઈ ૯૦૦ મીટર પહોળાઈ અને પહોળાઇ ૧૮ મીટર રહેશે.
ડાયવર્ઝન રૂટ નં.૨
કાલાવડથી રાજકોટ શહેર તરફ જવા માટે
કાલાવડ રોડ થી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તારથી કોર્ન પ્લેક્સ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડથી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડ તરફ. અહીં લંબાઇ ૧૨૦૦ મીટર અને પહોળાઇ ૧૮ મીટર રહેશે.
ડાયવર્ઝન રૂટ નં.૩
૧૫૦ ફુટ રીંગ રોડ-ર, ગોંડલ ચોકડીથી જામનગર રોડ તરફ જવા માટેઃ- (લંબાઈ - ૧૧૫૦ મીટર પહોળાઈ - ૧૮.૦૦ મીટર)
એકવાકોરલથી પંડિત દિનદયાલ ઉપાધ્યાય આવાસથી જીનીયશ સ્કુલથી કાલાવડ રોડથી કોસ્મોપ્લેક્ષ સિનેમા પહેલા સેરેનીટી ગાર્ડનવાળા રસ્તાથી કોનપ્લેક્ષ સિનેમા થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર. અહીં લંબઇ ૧૧૫૦ મીટર અને પહોળાઇ ૧૮ મીટર રહેશે
ડાયવર્ઝન રૂટ નં.૪
૧૫૦ ફુટ રીંગ રોડ-ર, જામનગર રોડ થી ગોંડલ રોડ તરફ જવા માટે
૧૫૦ ફુટ રીંગ રોડ-ર થઇ એલેકઝીર રોડથી ગ્રીન ફિલ્ડ ગાર્ડનવાળા રસ્તાથી કાલાવડ રોડથી કોરાટવાડી મેઇન રોડ ધ વાઇબ રોડ - ૧૫૦ ફુટ રીંગ રોડ -ર. અહીં રસ્તાની લંબાઈ-૬૫૦ મીટર અને પહોળાઈ ૧૮ મીટર રહેશે.
ડાયવર્ઝન રૂટ નં.૫
૧૫૦ ફુટ રીંગ રોડ-ર જામનગર રોડથી કાલાવડ રોડથી ૧૫૦ ફુટ રીંગ રોડ-ર ગોંડલ રોડ તરફ
(આવવા તથા જવા માટે) - (ભારે તથા ઇન્ડસ્ટ્રીયલ વાહન માટે) ૧૫૦ ફુટ રીંગ રોડ-ર થી રત્નવિલાસ પેલેસવાળા રસ્તા થઇ કાલાવડ રોડ - કણકોટ ચોકડી થી વિર-વિરૂ તળાવ ર૪.૦૦ મીટરવાળા રસ્તે થઇ ૧૫૦ ફુટ રીંગ રોડ-ર. અહીં રસ્તાની લંબાઇ ૧૬૦૦ મીટર અને પહોળાઇ ૨૪ મીટર રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવર્લ્ડ બેન્કે માપદંડ બદલતાં ભારતમાં અતિ ગરીબ ૨૭.૧ ટકાથી ઘટીને ૫.૩ ટકા થઈ ગયા
June 07, 2025 04:26 PMતમારા ઘરમાં જૂના કપડા હોય તો રાજકોટ મનપાને આપો, તમને થેલી બનાવી આપશે, જાણો સમગ્ર વિગત
June 07, 2025 04:20 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech