ઇઝરાયલી સેનાએ વેસ્ટ બેંક ખાતે બંધક બનાવવામાં આવેલા 10 ભારતીય મજૂરોને બચાવ્યા છે. આ મજૂરોને પેલેસ્ટાઇનના કબજા હેઠળના વેસ્ટ બેંક ખાતે લગભગ એક મહિના સુધી બંધક બનાવવામાં આવ્યા હતા. આ કાર્યવાહી ઇઝરાયલી સેના દ્વારા રાત્રે કરવામાં આવી હતી.
ઇઝરાયલના પોપ્યુલેશન એન્ડ ઇમિગ્રેશન ઓથોરિટી વિભાગે ભારતીય મજૂરોના બચાવની પુષ્ટિ કરી છે. આ મજૂરો ઇઝરાયલ કામ કરવા ગયા હતા. જોકે, મજૂરોના નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.
ઇઝરાયલની પોપ્યુલેશન અને ઇમિગ્રેશન ઓથોરિટીએ જણાવ્યું હતું કે આ મજૂરોને પેલેસ્ટિનિયનોએ કામના વચન સાથે વેસ્ટ બેંકના અલ-ઝાયેમ ગામમાં બોલાવ્યા હતા. એ પછી તેણે આ મજૂરોના પાસપોર્ટ લીધા અને તેનો ઉપયોગ કરીને ઇઝરાયલમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો.
ઇઝરાયલ સંરક્ષણ દળો (આઈડીએફ) અને ન્યાય મંત્રાલયના સહયોગથી પોપ્યુલેશન એન્ડ ઇમિગ્રેશન ઓથોરિટીના નેતૃત્વમાં રાતોરાત ચલાવવામાં આવેલા ઓપરેશનમાં બાંધકામ ઉદ્યોગમાં કામ કરવા માટે આવેલા મજૂરોને બચાવી લેવામાં આવ્યા હતા. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી તેમની રોજગાર સ્થિતિ નક્કી ન થાય ત્યાં સુધી તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ પેલેસ્ટિનિયનો ચેકપોઇન્ટ સરળતાથી પાર કરીને ઇઝરાયલમાં પ્રવેશવા માટે ભારતીય પાસપોર્ટનો ઉપયોગ કરતા હતા. ઇઝરાયલી સેનાએ એક ચેકપોઇન્ટ પર કેટલાક શંકાસ્પદોને રોક્યા બાદ ભારતીય મજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા.
છેલ્લા એક વર્ષમાં ભારતમાંથી લગભગ 16,000 મજૂરો બાંધકામ ઉદ્યોગમાં કામ કરવા માટે ઇઝરાયલ ગયા છે, જેથી 7 ઓક્ટોબર, 2023ના રોજ હમાસના હુમલા બાદ હજારો પેલેસ્ટિનિયન બાંધકામ મજૂરોને ઇઝરાયલમાં પ્રવેશવાથી અટકાવવામાં આવ્યા બાદ સર્જાયેલી ખાલી જગ્યા ભરી શકાય.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જિલ્લાની સરકારી શાળાઓનું જ્ઞાન સાધના શિષ્યવૃતિ પરીક્ષાનું કંગાળ પરીણામ
May 19, 2025 11:25 AMજામનગર જિલ્લાના ૧૪ ડેમના દરવાજાની ઓઇલીંગ અને ગ્રીસીંગ કરાશે: ડેમ સાઇટની નીચે સફાઇ
May 19, 2025 11:22 AMજામનગરમાં લાલ પરિવારના ટ્રસ્ટો દ્વારા રક્તદાન યજ્ઞમાં રપર નાગિરકોનું રક્તદાન
May 19, 2025 11:18 AMકોડીનાર શિંગોડા નદીમાં ડૂબી જતાં બે બાળકોના મૃત્યુથી શોકનો માહોલ
May 19, 2025 11:17 AMઆઇશર, ડમ્પરમાંથી બેટરી ચોરી કરેલ શખસો ગણતરીની કલાકોમાં ઝડપાયા
May 19, 2025 11:15 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech