મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિ.માં ૨૦૨૫-૨૬માં ગુજરાત કોમન એડમિશન પોર્ટલ એટલે કે જીકાસ દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.જેમાં ભાવનગર સહિત રાજ્યની ૧૫ સરકારી યુનિ.ઓમાં સ્નાતક કક્ષાની બેઠકો માટે પ્રવેશ અરજી કરવામાં આવી તેમાં ભાવનગરની એમ.કે.બી. યુનિ.માં કુલ ૨૫,૮૬૪ બેઠકો ઉપલબ્ધ છે તે પૈકી ૧૩૦૪૪ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.હજી પ્રથમ રાઉન્ડમાં ૧૨,૮૨૦ બેઠકો ખાલી રહી છે હજી બીજો રાઉન્ડ યોજાશે. પ્રથમ રાઉન્ડમાં યુનિ.માં ૫૧ ટકાથી વધુ બેઠકો માટે અરજી મળી છે.
આ અંગે મળતી માહિતી મુજબ ગુજરાત કોમન એડમિશન પોર્ટલ (જીકાસ) આધારિત પ્રવેશ પ્રક્રિયામાં ગુજરાત યુનિવર્સિટી સહિત રાજ્યની ૧૫ યુનિવર્સિટીઓ માટે વિવિધ વિદ્યાશાખાની સ્નાતક કક્ષાની ૪.૫૦ લાખ બેઠકો પર બુધવારે રાત્રે ૧૨ સુધીમાં કુલ ૩,૦૦,૦૮૨ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. પહેલો રાઉન્ડ ૩૧ મે સુધી ચાલશે.
આ રજિસ્ટ્રેશન વિદ્યાર્થીઓમાંથી ૨,૩૬,૨૯૯વિદ્યાર્થીએ ચોઈસ કાઉન્ટ ભરી છે. તેની સામે કુલ ૨,૩૪,૮૪૫ વિદ્યાર્થીઓએ સંપૂર્ણ સબમિશન કરી પોતાનો પ્રવેશ ક્ધફર્મ કરાવ્યો છે.રજિસ્ટ્રેશન પ્રક્રિયાના ભાગરૂપે સંપૂર્ણ ફોર્મ ફિલિંગની પ્રક્રિયા પૂર્ણ જાહેર કરવામાં આવી છે. પ્રથમ રાઉન્ડ માટેનું મેરિટ હવે પછી જાહેર કરાશે. તે પછીથી સીટ એલોટમેન્ટ જાહેર કરવામાં આવનાર છે. ૨૦૨૪-૨૫માં કુલ ૧૫ યુનવર્સિટીઓની ૨૦૦૦થી વધુ કોલેજોમાં ઉપલબ્ધ ૪.૫ લાખ બેઠકોની સામે ૩.૫૦ લાખ બેઠકો પર એડમિશન થયા હતા. વિદ્યાર્થીઓએ ટેકનિકલ મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડયો હતો તેમ જાણવા મળ્યુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech