જેતપુર ધો.૧૦ માં અભ્યાસ કરતો કિશોર શાળાએ ગયા બાદ પરત ન ફરતા પોલીસે તાકીદે તપાસ હાથ ધરી ગતણરીની કલાકોમાં બાળકને રાજકોટમાં બસમાંથી શોધી કાઢી પરિવારને સોંપયો હતો.કિશોરને ધો.૧૦ માં કસોટીમાં ઓછા માર્કસ આવતા માતાપિતા ખીજાયા હોય અને તને સંગીત વિષયમાં ચી હોવાથી તે ઘર છોડી ચાલ્યો ગયો હોવાનું માલુમ પડયું હતું.
બાળકને ગણતરીની કલાકોમાં ચોટીલા ખાતેથી શોધી કાઢી, ગુમ થનાર બાળકને તેના માતા–પિતાને સોંપી આપતી જેતપુર સીટી પોલીસ જેતપુર શહેરમાં ટાકુડીપરા વિસ્તારમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ બારૈયા પરીવારના સભ્યો સાથે પોલીસ સ્ટેશન આવેલ અને રજુઆત કરેલ કરી હતી કે, તેમનો ૧૪ વર્ષનો દીકરો નિર્ભય વહેલી સવારના સાતેક વાગ્યે સ્કુલે જવાનું કહી નીકળી ગયેલ છે અને સ્કુલનો સમય પુર્ણ થયે પરત ઘરે આવેલ નથી.જેથી બનાવની ગંભીરતાને ધ્યાને લઇ એસપી હિમકરસિંહ,ડીવાયએસપી આર.એ.ડોડિયાના માર્ગદર્શન હેઠળ જેતપુર સિટી પોલીસ મથકના પીઆઇ એ.ડી.પરમારની રાહબરીમાં તાકીદે અલગ–અલગ ટીમો બનાવી તપાસ માટે રવાના કરવામાં આવી હતી.
સૌપ્રથમ નિર્ભય જે સ્કુલમાં અભ્યાસ કરે છે તે વિવેકાનદં સ્કુલ, જેતપુર ખાતે તપાસ કરતા જાણવ મળેલ કે આજે નિર્ભય સ્કુલે આવેલ નથી. બાદ નિર્ભય જે ટથી સ્કુલે દરરોજ અવર–જવર કરે છે તે ટના સીસીટીવી કેમેરા તપાસ કરતા જાણવા મળેલ કે, નિર્ભય જેતપુર તીનબત્તી ચોકથી પ્રાઈવેટ બસમાં બેસી, રાજકોટ ગયેલ છે. બાદ પોલીસ સ્ટાફની એક ટીમ રાજકોટ મોકલેલ અને ત્યાં જઈ ટેકનીકલ વર્કઆઉટ કરતા જાણવા મળેલ કે નિર્ભય અમદાવાદની બસમાં બેસેલ છે. આથી આ દિશામાં તપાસ કરી આગળ વધતા જાણવા મળેલ કે, ગુમ થનાર બાળક નિર્ભય પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઓનલાઈન છે અને તેના મીત્રો સાથે ચેટમાં વાત કરે છે. આથી નિર્ભયના સ્કુલના મિત્રોને યોગ્ય સમજ કરીને નિર્ભય હાલ કયા છે? તે પુછતા તેણે સજહતાથી જણાવેલ કે, પોતે હાલ ચોટીલાથી પરત રાજકોટ બસમાં બેસીને આવે છે. બાદ નિર્ભયે જે મોબાઇલ ફોનથી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઓપન કરેલ તે મોબાઇલ ફોન ટ્રેસ કરી નંબર મેળવેલ અને તે મોબાઇલ નંબર પર પીઆઇએ ફોન કરતા એક જાગૃત નાગરીક ધ્યેયભાઈ કણજારીયા (રહે–થાન) વાળાએ જણાવેલ કે બાળક હાલ બસમાં છે અને તેઓ પણ બસમાં આથી તેમની સાથે સતત સંપર્કમાં રહી, બસના ડ્રાઈવર સાથે પણ વાત કરેલ અને તેઓને જણાવેલ કે બસમાંથી બાળકને ઉતરવા ન દેવુ. બાદ બસ ગ્રીનલેન્ડ ચોકડી, રાજકોટ ખાતે થોભાવી બાળકને ત્યાંથી ઉતારી લઈ પોલીસ સ્ટાફે બાળકને હેમખેમ શોધી કાઢયો હતો. બાદમાં પોલીસે બાળકને પોલીસ સ્ટેશન લાવી, ઘર છોડી ચાલ્યા જવાનું કારણ પુછતા જાણવા મળેલ કે, ધોરણ દસમાં પ્રાથમીક કસોટીમાં સારા માકર્સ ન આવતા સ્કુલેથી આ બાબતે વાલીને ફોન કરવામાં આવેલ અને માતા–પિતાએ ઠપકો આપેલ અને વધુ માકર્સ લાવવા ખીજાયા હતાં તેમજ બાળકને સંગીત વિષયમાં રસ હોવાથી તે ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પોલીસે બાળકના માતા–પિતાને પણ સમજાવેલ કે, તેઓ બાળકને અભ્યાસમાં વધારે પડતુ દબાણ ન કરી, તેની ચી મુજબ સંગીત વિષયમાં આગળ વધવા પ્રોત્સાહન આપે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતના દરિયાકાંઠે હાઈ એલર્ટ: જાફરાબાદ નજીક શંકાસ્પદ બોટ દેખાતા સુરક્ષા એજન્સીઓ સક્રિય
May 18, 2025 08:32 PMસાબરકાંઠામાં ગમખ્વાર અકસ્માત: ST બસ અને રીક્ષા અથડાતા ત્રણના કમકમાટીભર્યા મોત
May 18, 2025 08:30 PMદુનિયાને લોન આપતી IMF ક્યાંથી લાવે છે પૈસા? જાણો સમગ્ર વિગત
May 18, 2025 08:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech