નવરાત્રીના તહેવારની લોકો ભયમુકત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવણી કરી શકે તે માટે પોલીસ દ્રારા કડક ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. જેના ભાગપે શહેર પોલીસે ગઈકાલ રાત્રિના ચેકિંગ દરમિયાન ૧૨ શખસોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા યારે છ શખસોને છરી સાથે પકડી પાડા હતા. આ ઉપરાંત મોરબી રોડ પર એક શખસને રાત્રીના દુકાનના તાળા ફંફોળતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
નવરાત્રિના તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ દ્રારા અગાઉથી જ તકેદારીના ભાગપે ઉચ્ચ પોલીસ અધિકારીના આદેશના પગલે કડક ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શહેર પોલીસે સોમવાર રાત્રિના આ ચેકિંગ દરમિયાન ૧૨ શખસોને નશાની હાલતમાં ઝડપી લીધા હતા જેમાં ભકિતનગર પોલીસે સહકાર મેઇન રોડ પરથી આશિષ અનંતરાય ભટ્ટ નામના શખ્સને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. ગાયત્રીનગર મેઇન રોડ પરથી મનીષ જેન્તીભાઈ મકવાણા નામના ચાલકને દા પી વાહન ચલાવતા પકડી પાડો હતો.પ્ર.નગર પોલીસે રેલનગર મેઇન રોડ પરથી જીવરામ ભગાભાઈ સરગડાને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લીધો હતો. ગાંધીગ્રામ પોલીસે શીતલ પાર્ક મેઇન રોડ પરથી અમરજિત રામસજન સહાનીને નશાની હાલતમાં વાહન ચલાવતા પકડી પાડો હતો. રૈયા રોડ પર આઝાદ ચોક પાસેથી કૌશલ બહાદુર બસનેટને પીધેલી હાલતમાં વાહન ચલાવતા પકડી પાડો હતો.
માલવિયાનગર પોલીસે ગોકુલધામ પાસે દા પી વાહન ચલાવનાર મહેશ દયાલ સીજરીયાને પકડી પાડો હતો. તાલુકા પોલીસે ભીમનગર પાસેથી નરેન્દ્ર બળવતં વ્યાસને દા પી રીક્ષા ચલાવતા ઝડપી લીધો હતો. એ ડિવિઝન પોલીસે બસ સ્ટેન્ડ પાસે ફાયર બ્રિગેડની સામે દા પી નીકળેલા અમિત વલ્લભભાઈ ધાનાણીને પકડી પાડો હતો. તેમજ અહીંથી જ વૈભવ ઉમેદભાઈ સાકરીયાને પણ નશાની હાલતમાં ઝડપી લીધો હતો. તાલુકા પોલીસે ભીમનગર પાસે શનિવારી બજાર નજીક મોહનસિંહ ભદ્રસિંહ ભોધાને નશાની હાલતમાં પકડી પાડો હતો તેમજ કટારીયા ચોકડી પાસેથી રામજી પ્રેમજી સોઢાને નશાની હાલતમાં વાહન ચલાવતા ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત પોલીસે ચેકિંગ દરમિયાન તાલુકા પોલીસે ચુનારવાડ ચોક પાસેથી સુનિલ કિશનભાઇ સોલંકીને છરી સાથે ઝડપી લીધો હતો. ગાંધીગ્રામ પોલીસે જામનગર રોડ ઘંટેશ્વર નજીકથી મિથુન ઉમરેટભાઈ રાઠોડને છરી સાથે પકડી પાડો હતો. એ ડિવિઝન પોલીસે હરિહર ચોક પાસેથી ડાયા આંબાભાઇ પરમારને છરી સાથે ઝડપી લીધો હતો બી ડિવિઝન પોલીસે મોરબી રોડ જકાતનાકા પાસે જઈ જવાન જય કિસાન સોસાયટી નજીક રાત્રિના દુકાનના તાડા પણ ફંફોળતા આકાશ કિશનભાઇ વાણોદિયાને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
ભકિતનગર પોલીસે જંગલેશ્વર શેરી નંબર ૨૯ ના છેડેથી સંજય દેવજીભાઈ સાગઠીયા નામના શખ્સને છરી સાથે ઝડપી લીધો હતો.ત્રીશુલ ચોક પાસેથી જગદીશ બૈજનાથસિંગ કુશવાહને છરી સાથે ઝડપી લીધો હતો.પ્ર.નગર પોલીસે પોપટપરા નાલા પાસેથી હિતેષ મેભાઇ ઉકેડીયાને છરી સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવપુરના મેળા મા ફરવાની સાથોસાથ તેના ઇતિહાસને જાણવો પણ જરૂરી
April 03, 2025 12:47 PMદૂધ અને દૂધ ઉત્પાદક ઓપરેટર્સ માટે સજા અને દંડની ઘટનાઓનો આંક બે વર્ષમાં ૫૫૨થી ઉછળીને ૭,૧૦૯ થયો
April 03, 2025 12:47 PMજાવર ગમે યુવાનને મરવા મજબૂર કરનારા બે ઈસમો સામે કડક પગલાં ભરવા પોલીસને થઈ રજૂઆત
April 03, 2025 12:46 PMસેન્સેક્સ 800 પોઈન્ટથી વધુ ઘટાડા સાથે ખુલ્યો પણ રીકવરી મોડ ON
April 03, 2025 12:35 PMહું બોલ્ડ સીન નહીં કરું,: અભિનેત્રીએ રાજ કપૂરને રોકડું પરખાવી દીધું
April 03, 2025 12:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech