શહેરમાં માધાપર ચોકડી પાસે આવેલી જય મુરલીધર નામની ટ્રાન્સપોર્ટની ઓફિસ જેમાં એમેઝોન કંપનીનો માલ ટ્રાન્સપોર્ટમાં આવતો હોય છે. આ ઓફિસની તિજોરીમાંથી પિયા ૮.૩૯ લાખની રોકડની ચોરી થઇ હતી.બનાવને લઇ ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં જ નવા કોર્ટ બિલ્ડિંગ પાસે મનહરપુર–૧ માં રહેતા આ ઓફિસના પૂર્વ કર્મચારી કમલેશ ઓમપ્રકાશભાઇ પ્રજાપતિ(ઉ.વ ૨૦) ને ઝડપી લઇ તેની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી.આરોપી ક્રાઇમ પેટ્રોલીનો એપીસોડ જોઇ ચોરીનો પ્લાન બનાવ્યો હતો. નોકરી મૂકયાના ત્રીજા દિવસે જ તેણે ચોરીના બનાવને અંજામ આપ્યો હતો.પૈસાની ખેંચ હોવાથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.
માધાપર ચોકડી પાસે શેઠનગરની બાજુમાં ૨૦૩ વર્ધમાન કોમ્પ્લેક્ષમાં રહેતા પ્રકાશ ચંદુભાઈ જોગીયા (ઉ.વ.૩૮) દ્રારા ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ચોરીની આ ઘટના અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જે ફરિયાદમાં તેમણે જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૬ વર્ષથી જય મુરલીધર નામનાં ટ્રાન્સપોર્ટમાં મેનેજર તરીકે નોકરી કરે છે. આ ટ્રાન્સપોર્ટ એમેઝોન કંપનીનું છે જે માધાપર ચોકડી પાસે વોરા સોસાયટી સામે શિવ પેટ્રોલપપં પાસે આવેલી છે. અહીં રાજકોટમાં એમેઝોનનાં તમામ પાર્સલ આવે છે બાદ અહીંથી બધા પાર્સલ ડિલીવર કરવામાં આવે છે. ઓફિસનો સમય સવારે ૫ થી રાત્રીનાં ૧૧:૩૦ વાગ્યા સુધીનો છે. અહીં ૩૫ જેટલા કર્મચારીઓ કામ કરે છે.
સોમવારના રાત્રીનાં અહીં ઓફિસની તિજોરીમાંથી રોકડ .૮.૩૯ લાખની ચોરી થયાની જાણ થતા આ બાબતે મેનેજરે ટ્રાન્સપોર્ટનાં માલિક હરેશભાઈ દેવરાજભાઈ ડાંગરને ફોનથી જાણ કરી હતી અને બાદમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોરીના આ બનાવને લઈ ગાંધીગ્રામ પોલીસ મથકનાં સ્ટાફ ઉપરાંત ક્રાઈમ બ્રાંચની ટીમ અને ડોગ સ્કવોર્ડ સહિતની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શ કરી હતી. અહીં સીસીટીવી ફુટેજ ચકાસતાં એક શખસ મોઢે માલ બાંધી ઓફિસનું શટર ઉંચકી અંદર આવ્યો હોવાનું નજરે પડયું હતું. પોલીસે ચોરીની આ ઘટનામાં જાણભેદુનો હાથ હોવાની શંકાનાં આધારે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ કે.જે.કરપડા અને પીએસઆઇ એસ.એલ.ગોહિલની રાહબરીમાં ટીમે તપાસ હાથ ધરી ગણતરીની કલાકોમાં આરોપી કમલેશ પ્રજાપતિને ઝડપી લીધો હતો. આરોપી અગાઉ અહીં ઓફિસમાં જ નોકરી કરતો હોય તેણે ત્રણ દિવસ પૂર્વે જ નોકરી મૂકી હતી. પોલીસે આરોપી પાસેથી રોકડ પિયા ૮.૩૯ લાખ કબજે કર્યા હતા. આર્થિક ખેંચ દૂર કરવા માટે તેણે ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે આરોપીએ ક્રાઈમ પેટ્રોલ જોતો હોય અને તેના એપિસોડ પરથી આઈડિયા લઈ તેણે ચોરીના આ બનાવને અંજામ આપ્યો હતો.
આ કામગીરીમાં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, મસરીભાઈ ભેટારીયા, શબીરખાન મલેક તથા કોન્સ્ટેબલ રોહિતદાન ગઢવી, અમીનભાઈ ભલુર, મુકેશભાઈ સબાડ, પ્રદીપભાઈ ડાંગર, ભરતભાઈ મકવાણા સહિતનાઓ સાથે રહ્યા હતા
ચાલવાની સ્ટાઇલ સહિતના મુદ્દા પરથી ભેદ ઉકેલાયો
૮.૩૯ લાખની ચોરીની ઘટના બન્યા બાદ સૌપ્રથમ પોલીસે તપાસ કરતાં માલૂમ પડું હતું કે અહીં ઓફિસમાં જે તિજોરી રાખવામાં આવી છે તે ચાવી અને પાસવર્ડથી ખુલે છે. અહીં કોઈ તોડફોડ કરવામાં આવી ન હોય જેથી ચોરીમાં કોઈ જાણભેદુનો હાથ હોવાની પ્રથમ દ્રષ્ટ્રિએ જ શંકા ગઈ હતી. બાદમાં પોલીસે અહીં કામ કરતા કર્મચારીઓની પૂછતાછ કરતા કર્મચારીઓએ સંતોષકારક ઉત્તર આપ્યા હતા. દરમિયાન માલુમ પડું હતું કે, કમલેશ નામનો આ કર્મચારી ત્રણ દિવસ પૂર્વે જ નોકરી છોડી જતો રહ્યો છે અને તે અગાઉ પણ પિયા ૨૦૦૦ નો હાથફેરો કરતા ઝડપાઈ ગયો હતો. બાદમાં પોલીસે અહીંના અગાઉના સીસીટીવી ફટેજ જોતા તસ્કર અને કમલેશની ચાલવાની સ્ટાઇલ સરખી નજરે પડતા શંકા દ્રઢ બની હતી અને બાદમાં પોલીસે કમલેશને ઝડપી લીધો હતો.
કમલેશે અગાઉ પણ ઓફિસમાંથી ચોરી કરી'તી
પોલીસે જણાવ્યું હતું કે, આરોપી કમલેશે બે મહિના પૂર્વે પણ ઓફિસમાંથી પિયા ૨૦૦૦ રોકડની ચોરી કરી હતી. પરંતુ સીસીટીવી ફટેજે તેનો ભાંડો ફોડી નાખ્યો હતો. તે સમયે તેણે માફી માંગી પૈસા પરત આપી દેતા ફરિયાદ થઈ ન હતી.
રોકડ ઘર પાસે અવાવારું જગ્યાએ છૂપાવી હતી
પોલીસે આરોપીને ઝડપી લીધા બાદ તેના ઘરમાં તપાસ કરતા રોકડ રકમ મળી આવી ન હતી. જે બાબતે તેને પૂછતા માલુમ પડું હતું કે, તે અહીં કોર્ટ બિલ્ડીંગ પાસે રહેતો હોય ત્યાં સામે આવવા જગ્યા હોય ત્યાં જાળી જાખરામાં આ બેગ છુપાવી રાખી હતી. જેથી પોલીસે રોકડ રકમ સાથેની આ બેગ કબજે કરી હતી.
ફિંગર પ્રિન્ટ ન આવે તેવો ફુલપ્રુફ પ્લાન બનાવ્યો'તો
પોલીસે જણાવ્યું હતું કે ક્રાઈમ પેટ્રોલનો એપિસોડ જોઈ કમલેશે ચોરીનો ફુલપ્રુફ પ્લાન બનાવ્યો હતો. તે ચોરી કરવા માટે અહીં આવ્યો ત્યારે મોઢે માલ બાંધ્યો હોય તેમજ હાથમાં પણ માલ રાખ્યો હતો અને કોઈપણ વસ્તુ માલથી અડતો હતો જેથી તેના ફિંગર પ્રિન્ટ ન આવે. તેને તિજોરીની ચાવી કયાં છે અને તેનો પાસવર્ડ શું છે? તે ખ્યાલ હોય ખૂબ જ સીફતપૂર્વક તેણે ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech