આર્ટ ઓફ લીવીંગ યુનિટ દ્વારા દ્વારકામાં અનોખી રીતે ઉજવાશે: ઘ્વજાપુજન, શોભાયાત્રા, ગુ પુજા, પ્રભુ પ્રસાદી સહિતના કાર્યક્રમોનું ભવ્ય આયોજન
આજે દ્વારકામાં શ્રી શ્રી રવિશંકરજીના જન્મોત્સવની દ્વારકામાં અનોખી રીતે ઉજવણી કરાશે. દ્વારકાધીશના મંદિરે ધ્વજારોહણ, મહાસુદર્શન ક્રિયા, સત્સંગ, મહાપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે.
આજે શ્રી શ્રી રવિશંકર મહારાજના જન્મદિવસની આર્ટ ઓફ લિવીંગ યુનિટ દ્વારા દ્વારકામાં ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તા. ૧૩મીએ મીરા ગાર્ડનમાં સવારે ૬-૩૦ થી ૮-૩૦ ગુરૂજીના વોઈસમાં લોંગ એરોબીક યોગા સાથે મહાસુદર્શન ક્રિયા (અંકિત મહેતા સાથે) યોજાઇ હતી.
બપોરે ૩-૦૦ વાગ્યે સન્યાસ આશ્રમમાં દ્વારકાધીશજીની ધ્વજાનું પૂજન, સાંજે ૪-૦૦ કલાકે શોભાયાત્રા, સાંજે ૭-૦૦ થી ૯-૦૦ ગુપૂજા સાથે મહા સત્સંગ, રાત્રે ૯-૦૦ કલાકે પ્રભુપ્રસાદી સહિતના કાર્યક્રમો યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી શ્રી રવિશંકરનો જન્મ તા.૧૩-૦૫-૧૯૫૬ના રોજ થયેલ, તેઓ ભારતીય ગુ અને આઘ્યાત્મીક નેતા છે, તેમને શ્રી શ્રી અથવા ગુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે, ૧૯૭૦ના દાયકાના મઘ્યભાગથી તેમણે ટ્રાન્સસેન્ડેન્ટલ મેડીટેશનના સ્થાપક મહર્ષિ મહેશ યોગી હેઠળ એપ્રેન્ટીસ તરીકે કામ કર્યુ હતું અને ૧૯૮૧માં તેમણે આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશનની સ્થાપની કરી હતી, આજે દેશભરમાં તેમના અનેક યુનિટો આવેલા છે.
આ કાર્યક્રમમાં વ્યવસ્થાના ભાગરૂપે નામ નોંધાવવું ફરજીયાત છે. રહેવા તથા જમવાની વ્યવસ્થા માટે જીતુભાઈ પાઢ મો. નં. ૯૭૧૪૪૨૭૧૦૦ તેમજ ધ્વજાજીના યજમાન બનવા માટે નિકુંજ પંચમતીયા મો. નં. ૮૨૬૪૯ ૯૯૧૨૪ નો સંપર્ક કરવો.