બોલિવૂડ એક્ટ્રેસ ઝહીર ઈકબાલને ઘણા સમયથી ડેટ કરી રહી હતી, હવે લાગશે લગ્નની મહોર
બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. બંને લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્નની તારીખ પણ જાહેર થઈ ગઈ છે. આ લગ્ન માટે 'હીરામંડી'ની સ્ટારકાસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. બન્ને 23 જુને લગ્ન બંધને બંધાશે.બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને એક્ટર ઝહીર ઈકબાલ એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ઘણી વાર થાય છે. બંનેમાંથી કોઈએ ક્યારેય આ વિશે વાત કરી નથી. પરંતુ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા, બંનેએ ઘણી વખત સોશિયલ મીડિયા પર એકબીજા વિશે પોસ્ટ કર્યું હતું, ત્યારથી એવી અટકળો શરૂ થઈ હતી કે બંને રિલેશનશિપમાં છે. હવે સમાચાર છે કે બંને લગ્ન કરવા જઈ રહ્યા છે.
હીરામંડીની સ્ટાર કાસ્ટ સાથે કરશે ઉજવણી
રિપોર્ટ અનુસાર સોનાક્ષી અને ઝહીર 23 જૂનના રોજ લગ્ન કરવા જઈ રહ્યા છે. જો કે બંનેએ આ અંગે હજુ સુધી કંઈ કહ્યું નથી. કહેવામાં આવી રહ્યું છે કે આ લગ્નમાં બંનેના પરિવાર અને નજીકના મિત્રો સિવાય ‘હીરામંડી’ની સમગ્ર કાસ્ટને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.‘હીરામંડી’ એ ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ છે, જે ગયા મહિને નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ સિરીઝમાં સોનાક્ષીએ ફરીદનની ભૂમિકા ભજવી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે આ સિરીઝની સ્ટારકાસ્ટ સાથે તેના લગ્નની ઉજવણી કરવા જઈ રહી છે.
સોનાક્ષી-ઝહીરના લગ્નનો ડ્રેસ કોડ
અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે લગ્નની ઉજવણી મુંબઈના બાસ્ટિયનમાં યોજાવા જઈ રહી છે અને મહેમાનોને ફોર્મલ ડ્રેસમાં આવવા માટે કહેવામાં આવ્યું છે. બંને છેલ્લા 2 વર્ષથી ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છે. સોનાક્ષીએ 2 જૂને તેનો 37મો જન્મદિવસ ઉજવ્યો હતો. તે પ્રસંગે ઝહીરે તેના માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી હતી. સોનાક્ષી સાથેની તસવીર શેર કરતી વખતે ઝહીરે લખ્યું હતું કે, હેપ્પી બર્થ ડે
ઝહીર ઈકબાલે વર્ષ 2019માં ફિલ્મ ‘નોટબુક’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મનું નિર્માણ સલમાન ખાને કર્યું હતું. ઝહીર સોનાક્ષી અને હુમા કુરેશીની ફિલ્મ ડબલ-એક્સએલમાં પણ જોવા મળ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગરમી બાદ વરસાદ! જસદણ, ગોંડલ અને અમરેલીમાં વાતાવરણ પલટાયું, ખેડૂતો પરેશાન
May 20, 2025 08:32 PMEPFOના નવા અપડેટ્સ! PF ખાતું હવે સુપરફાસ્ટ, પૈસા ટ્રાન્સફરથી લઈને ક્લેમ સુધી બધું સરળ
May 20, 2025 07:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech