ગોંડલનાં માર્કેટ યાર્ડમાં ભાગીદારીમાં વેપારી પેઢી ચલાવતા વેપારીનો પુત્ર રોકડ તથા સોનાનાં દાગીના મળી .બેતાલીસ લાખની માલમતા સાથે નાશી ગયાની ઘટનામાં રલ ક્રાઇમ બ્રાન્ચે તપાસનાં ચક્રોગતિમાન કરી ગણતરીનાં દિવસોમાં પોતાની પ્રેમીકા પાસે પહોચેલા યુવાનને કલકતાથી જડપી લઇ બી'ડીવીઝન પોલીસ હવાલે કર્યેા હતો.પોલીસે યુવાનની પુછપરછ હાથ ધરીછે.
પ્રા વિગત મુજબ માર્કેટ યાર્ડ માં પુજા એન્ટરપ્રાઇઝ નામે ડુંગળીનો હોલસેલ વેપાર કરતા અને રાજકોટ યુનિવર્સિટી રોડ ગંગોત્રી પાર્ક મા રહેતા પરેશભાઈ જમનાદાસ લાડાણીનો ભત્રીજો તારક અશોકભાઈ લાડાણી ગત તા.૨૩નાં પેઢીની તિજોરીમાં પડેલાં .એક લાખ ઉપરાંત પરેશભાઈ નાં નાગરિક બેંક માર્કેટ યાર્ડ શાખાનાં લોકરમાંથી પરેશભાઈની ડુપ્લિકેટ સહી કરી .૪૨ લાખની કીંમત નાં પરીવાર નાં ૬૨ તોલા નાના મોટા સોનાનાં ઘરેણા લઇ નાશી જતા બનાવ અંગે બી'ડીવીઝન પોલીસ માં ફરિયાદ થતા એલસીબી પીઆઇ. ઓડેદરા, પીએસઆઇ ગોહેલ એએસઆઇ જયવિરસિંહ રાણા,અનિલભાઈ ગુજરાતી, મહીપાલસિહ ચુડાસમા સહિત ની ટીમે તપાસ હાથ ધરી ગણતરીનાં દિવસો માં તારક ને કલકતા થી .૪૨,૩૫,૮૨૪નાં મુદ્દામાલ સાથે જડપી લીધો હતો.
માર્કેટ યાર્ડની પુજા એન્ટરપ્રાઇઝ પેઢી માં પરેશભાઈ ઉપરાંત તેના નાનાભાઇ અશોકભાઈ તથા માતા જયાબેન ભાગીદાર છે.અશોકભાઈ નો પુત્ર તારક પેઢી સંભાળે છે.તારક પંજાબ ની યુવતી પિન્કી હરબંસદાસલાલ નાં પ્રેમ માં હોય બે મહીના પહેલા પણ પ્રેમીકા પાસે નાશી ગયો હતો.
તારક પેઢીનાં પાછલા શટર દ્રારા પ્રવેશ કરી તિજોરી માંથી પીયા લેતો પેઢીનાં સીસી કેમેરામાં દેખાય છે.બાદમાં તેની તપાસ કરતા તેનુ બાઇક ગોંડલ રેલ્વેસ્ટેશન પાસે થી મળી આવ્યુ હતુ.તારક મુંબઈ થઈ પ્રેમીકા પિન્કી પાસે કલકતા પંહોચ્યો હતો.બનાવ અંગે બી'ડીવીઝન પીએસઆઇ ઝાલાએ તારક ની પુછપરછ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ એસટીમાં ૨૧ દિવસમાં ૩૬૨૬૦ ટિકિટ ઓનલાઇન બુક
May 22, 2025 10:11 AMફાસ્ટ કેબ જોઈએ છે તો પહેલા ટીપ આપો: કેન્દ્ર દ્વારા ઉબેરને નોટિસ
May 22, 2025 10:10 AMજમ્મુ-કાશ્મીરના કિશ્તવાડમાં એન્કાઉન્ટર , સુરક્ષા દળોએ 3 આતંકીને ઘેર્યા
May 22, 2025 10:07 AMપતિ સામે પત્ની દુષ્કર્મનો કેસ ચલાવી શકે તેવી કોઈ જોગવાઈ નથી : દિલ્હી હાઈકોર્ટ
May 22, 2025 10:05 AMચાર મહિના પછી બિટકોઈને બનાવ્યો રેકોર્ડ, હવે આટલી થઈ ગઈ છે કિંમત
May 21, 2025 10:26 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech