માધાપર ચોકડી પાસે આવેલા સિંધોઇનગરમાં રહેતા અને ઘર નજીક પાન અને ઝેરોક્ષની દુકાન ધરાવનાર પ્રૌઢે પોતાના જમાઇ સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પત્નીને લપ્રસંગમાં મોકલવા બાબતે સાળા સાથે ફોનમાં બોલાચાલી થયા બાદ જમાઇએ અન્ય સાથીઓ સાથે કારમાં અહીં આવી દુકાનમાં તોડફોડ કરી હતી.જે અંગે જમાઇ સહિત છ શખસો સામે રાયોટ,તોડફોડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
જાણવા મળતી વિગતો મુજબ,માધાપર ચોકડી સિંધોઇ નગર શેરી નં–૦૨માં રહેતા કરશનભાઈ જીવણભાઇ જંજવાડીયા(ઉ.વ.૫૨)એ પોતાની ફરિયાદમાં આરોપી તરીકે પોતાના જમાઇ અભય હસમુખભાઈ સંથેસરીયા અને તેની સાથેના બીજા પાંચ અજાણ્યા શખસોના નામ આપ્યા છે.જેના આધારે પોલીસે આરોપીઓ સામે સામે રાયોટિંગ અને તોડફોડ સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
કરશનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે,તેઓ ઘર નજીક વિશ્વા પાન સેંટર અને વિશ્વા એનટરપ્રાઇઝ નામની ઝેરોક્ષની દુકાન ચલાવે છે.જમાઇ અભય હસમુખભાઈ સંથેસરીયા મારા દિકરા રવીની સાથે મારી દીકરી જલ્પાને અહીં પિયરમા લપ્રસંગમાં મોકલવા બાબતે ફોન પર વાતચીત કરી ફોનમા ગાળા ગાળી કરી હતી.
દરમિયાન તા.૨૧ રોજ રાત્રીના નવેક વાગ્યા આસપાસ માધાપર ચોકડીએ મારા સગા ધીભાઈ બાબરીયાને ત્યા હતો ત્યારે મારા પાડોશી સિંધવ ધીભાઇનો મને ફોન આવ્યો અને કહ્યું કે તમારા જમાઈ અભય અને તેમના સાગરીતો કારમાં આવ્યા અને અને તમારી વિશ્વા એન્ટરપ્રાઇઝમાં અંદર ઘુસી પથ્થરથી તોડ ફોડ કરી છે.ત્યાં લેપટોપ પણ તોડી નાખેલ છે.જેથી ત્યાં તપાસ કરતા ઝેરોક્ષ મશીન,લેપટોપ, કોમ્પ્યુટર તથા અન્ય સામાન વેર વિખેર અને તુટેલ હાલતમાં હતો અને દુકાનના કાચ પણ તુટેલ હાલતમાં હતા.જેથી પ્રૌઢે આ અંગે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.પોલીસે આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઈરાન અને US વચ્ચે પરમાણુ કાર્યક્રમ પર રોમમાં પાંચમા રાઉન્ડની વાતચીત
May 23, 2025 09:30 PMદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech