આગામી તારીખ ૨૧ ના રોજ યોજાનારી નાફેડના ડિરેકટરોની ચૂંટણીમાં ગુજરાતની એક બેઠક માટે ભાજપ સાથે જ જોડાયેલા સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયા સહિતના છ ઉમેદવારો મેદાન છે. ચૂંટણીના બદલે બિનહરીફ વરણી થાય તે માટે દિલ્હીમાં મંગળવારે સવારથી મોડી રાત સુધી સમાધાનના ભરપૂર પ્રયાસો થયા હતા પરંતુ હજુ સુધી તેને સફળતા મળી નથી. આજે સવારથી ફરી સમાધાન માટેના પ્રયત્નો થઈ રહ્યા છે અને બપોરે ત્રણ વાગ્યા સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
નાફેડમાં આમ તો ૨૧ ડાયરેકટરોની ચૂંટણી માટે જગં ખેલાવાનો છે પરંતુ તેમાં ગુજરાતની એક બેઠક છે અને આ એક બેઠક માટે મોરબી જિલ્લાની નીચી માંડલ સેવા સહકારી મંડળીના પ્રતિનિધિ તરીકે સંસદ સભ્ય મોહનભાઈ કુંડારીયાએ ફોર્મ ભયુ છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લા સહકારી બેંકના ડિરેકટર અને ખાખરાળા મંડળીના પ્રતિનિધિ તરીકે મોરબી જિલ્લાના મગનભાઈ વડાવીયાએ પણ ઉમેદવારી નોંધાવી છે. મોરબી જિલ્લાના આ બે ઉમેદવારો ઉપરાંત ગુજરાત કોઓપરેટીવ ટોબેકો ગ્રોવર્સ ફન્ડ આણંદના તેજસભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લાના કાંકરેજમાં આવેલી સિહોરી કોઓપરેટિવ પર્ચેઝ એન્ડ સેલ યુનિયનના અમૃતભાઈ દેસાઈ, ખેડા જિલ્લાના કપડવજં તાલુકામાં આવેલી સોનીપુરા સોમનાથ સેવા સહકારી મંડળીના જશવંતભાઈ પટેલ, હિંમતનગર કો–ઓપરેટીવ પરચેસ એન્ડ સેલ યુનિયનનાના પ્રાંતિજના મહેશભાઈ પણ ઉમેદવાર છે.
ઈફકોની ચૂંટણીમાં પાર્ટીનો મેન્ડેડ આપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાયેલ ભાજપ હવે નાફેડમાં આવું કરવા ન માંગતી હોય તેમ હજુ સુધી કોઈ ઉમેદવારને સતાવાર ભાજપ તરફથી મેનડેટ અપાયો નથી. નાફેડ ની આ ચૂંટણીમાં દેશભરમાંથી ૫૫૦ મત છે અને તેમાં ગુજરાતના ૨૯૮ અને રાજકોટ જિલ્લાના ૧૫૦ મતદારો છે. જો આજે બપોર સુધીમાં સમાધાન નહીં થાય તો ચૂંટણી નિશ્ચિત છે અને આગામી તારીખ ૨૧ ના રોજ સવારે આઠ વાગ્યાથી બપોરના ચાર વાગ્યા સુધી દિલ્હીમાં આવેલા એનસીયુઆઈ ઓડિટોરિયમ ખાતે મતદાનનો થશે. દેશભરની ૨૧ બેઠક માટે ૪૭ ફોર્મ ભરાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech