દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પમાં સલાયાના રક્તદાતાઓએ કર્યું રકતદાન

  • April 07, 2025 10:02 AM 

રક્તદાતાઓને અધિકારીઓ દ્વારા સન્માનિત કરાયા

ખંભાળિયા ટાઉન હોલ મુકામે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા આયોજન કરાયું હતું. જે એસપી નીતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ યોજાયું હતું. જેમાં સલાયા મરીન પોલીસ સ્ટેશનના પીઆઇ વી.એ. રાણા તેમજ પોલીસ પરિવાર સલાયાથી મોટા પ્રમાણમાં રક્તદાતાઓને લઈને રકતદાન કરાવવા ખંભાળિયા ટાઉન હોલ ખાતે પહોંચ્યા હતા. રક્તદાતાઓએ રકતદાન કરી અને માનવસેવાનું ઉતમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં સલાયાથી પત્રકાર આનંદ લાલ, શહેર ભાજપ પ્રમુખ લાલજીભાઈ ભૂવા, શહેર ભાજપ મહામંત્રી સુમિતભાઈ લાલ, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ વિશાલ જોષી તેમજ તેમની ટીમના સભ્યો રકતદાન માટે પહોંચ્યા હતા.

આ તકે ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ દ્વારા સલાયાના સૌ રક્તદાતાઓને શુભેક્ષાઓ પાઠવી હતી, સાથે-સાથે ખંભાળિયા શહેર ભાજપના પૂર્વ મહામંત્રી ઇન્દ્રજીતસિંહ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા તેમજ આગેવાનો પણ જોડાયા હતા.

આ કાર્યક્રમના અંતે બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓને સન્માન પત્ર જીલ્લા કલેક્ટર તન્નાના હસ્તે અપાયા હતા. રકતદાન સમયે આખો ટાઉન હોલ ખચોખચ્ચ ભરેલો હતો, આમ રક્તદાન કેમ્પના સફળ આયોજન બદલ એસપી નીતેશ પાંડેયને ઠેર-ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application