ભાવનગરમાં ચોરી થયેલ મોબાઈલ ૬ ફોન કિ.રૂ.૧,૧૨, ૧૯૬ના મુદ્દામાલ સાથે ૬ શખ્સો ઝડપાયા હતા.
ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ ભાવનગર શહેર વિસ્તારમાં ખાનગી વાહનમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમિયાન ભાવનગર જિલ્લાના નિલમબાગ, ઘોથા રોડ, ગંગાજળીયા, વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મોબાઈલ ચોરીઓના ગુન્હાઓના આરોપીઓ ચોરી થયેલ મોબાઇલ ફોન સાથે મળી આવ્યા હતા, જેમાં ઓમ હેમંતભાઈ રાવલ (ઉ.વ.૨૦ રહે.મોઢવાડા, ગાંધી ફળી, ધંધુકા, અમદાવાદ ગ્રામ્ય), ભરત રમેશભાઈ રાઠોડ (ઉ.વ.૩૫ રહે.સુરાભાઈ ભરવાડની દુકાન પાસે, ૨૫ વારીયા, સીદસર, ભાવનગર), કેતન ચંદ્રકાંતભાઈ કારીયા (ઉ. વ.૫૫ રહે.પ્લોટ નંબર-ઈ/૭૫, લખુભા હોલ પાછળ, રામનગર, કાળીયાબીડ, ભાવનગર), સુનીલ અશોકભાઈ પરમાર (ઉ.વ.૪૭ રહે. અખાડા પાસે, આડોડિયાવાસ, દિપક ચોક, ભાવનગર), ઈરફાન કાસમભાઈ મીણાપરા (ઉ.વ.૩૪ ધંધો-રી.ડ્રા. રહે.બ્લોક નંબર-૧૩, જુના ત્રણ માળીયા, પહેલાં બસ સ્ટેન્ડ પાસે, આનંદનગર, ભાવનગર) અને ધર્મેન્દ્ર કિશનભાઈ ચૌહાણ (ઉ.વ ૩૦ ધંધો-મજુરી નિરમા કંપની રહે.બ્લોક નંબર-એફ, રૂમ નંબર-૯૭, નિરમા કોલોની, કાળાતળાવ, તા.જી.ભાવનગર મુળ-સરમેરા,તા.સરમેરા જી.નાલંદા રાજ્ય-બિહાર)ને ઝડપી લીધા હતા. આ શખસો પાસેથી વીવો કંપની મોડલ -ટ-૨૯ (કિ.રૂ.૧૫,૦૦૦), રેડ મી કંપની મોડલ-નોટ-૮ (કિ.રૂ.૧૨,૪૯૯), સેમસંગ કંપની મોડલ નંબર-ૠફહફડ્ઢુઅ-૧૨ ( કિ.રૂ.૧૦,૦૦૦), વન પ્લસ કંપની મોડલ-ગજ્ઞમિ ૨ (કિ.રૂ.૨૮,૯૯૯), સેમસંગ કંપની મોડલ-અ૧૪ (કિ.રૂ.૧૫,૯૯૯), રીયલ મી કંપની મોડલ નંબર-૧૧ પ્રો (કિ.રૂ.૨૯,૬૯૯) મળી કુલ રૂ.૧,૧૨,૧૯૬નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ મામલે અગાઉ નિલમબાગ, ઘોઘા રોડ, ગંગાજળીયા, વેળાવદર પોલીસ મથકમાં મોબાઈલ ચોરીના ગુનાઓ નોંધાયા હતા, જેનો ભેદ ખુલ્યો હતો. તમામ ૬ શખ્સોને જે તે પોલીસ મથકમાં આગળની કાર્યવાહી કરવા માટે સોંપવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech