હમાસના નેતા ઈસ્માઈલ હાનીયાની હત્યા બાદ યાહ્યા સિનવારને હમાસના વડા બનાવવામાં આવ્યા છે. એક અહેવાલ મુજબ હમાસે જાહેરાત કરી હતી કે અમે આંદોલનના રાજકીય બ્યૂરોના વડા તરીકે કમાન્ડર યાહ્યા સિનવારની પસંદગી કરી છે. યાહ્યા હવે શહીદ કમાન્ડર ઇસ્માઇલ હાનીયાનું સ્થાન લેશે. એજન્સીના જણાવ્યા અનુસાર સિનવાર ઈઝરાયલ સાથે યુદ્ધની શઆતથી ગાઝામાં છે.
યાહ્યા સિનવારે તેની અડધી યુવાની ઇઝરાયલની જેલમાં વિતાવી છે અને હાનીયાની હત્યા બાદ તે હમાસના સૌથી શકિતશાળી નેતા છે. યાહ્યા સિનવાર ગાઝાના ખાન યુનિસમાં શરણાર્થી શિબિરમાં જન્મ્યા હતા અને ૨૦૧૭માં ગાઝામાં હમાસના નેતા તરીકે ચૂંટાયા હતા. તે ઈઝરાયલના કટ્ટર દુશ્મન તરીકે જાણીતા છે.
રિપોર્ટ અનુસાર ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોપ્ર્સએ એક નિવેદનમાં કહ્યું કે ઈસ્માઈલ હાનીયાની તેહરાનમાં તેમના નિવાસસ્થાનને નિશાન બનાવીને હત્યા કરવામાં આવી છે. જો કે, યુનાઇટેડ સ્ટેટસે હત્યાના કાવતરા અંગે અગાઉથી માહિતી મળી હોવાનો ઇનકાર કર્યેા હતો. લેબનોનના બેતમાં ઇઝરાયલી હવાઈ હત્પમલામાં હમાસના સાથી હિઝબુલ્લાહના લશ્કરી કમાન્ડર ફુઆદ શુકર માર્યા ગયાના થોડા કલાકો બાદ હનિયેહનું મૃત્યુ થયું હતું. હાલમાં ઇઝરાયલના અધિકારીઓ માને છે કે સિનવાર પણ ૭ ઓકટોબર, ૨૦૨૩ના રોજ થયેલા હત્પમલાના માસ્ટરમાઇન્ડસમાંનો એક છે. તેમના સિવાય ગાઝામાં સૈન્ય વિંગના કમાન્ડર મોહમ્મદ દઇફે ઓકટોબરમાં આ હત્પમલાની યોજના બનાવી હતી, જેમાં હજારો નિર્દેાષ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા અને ૨૦૦થી વધુ લોકોને બંધક બનાવ્યા હતા. આ પછી તરત જ ઇઝરાયલની સેનાએ ગાઝામાં પત્રિકાઓ ફેંકી હતી, જેમાં સિનવાર વિશે માહિતી આપનારને ૪ લાખ ડોલરનું ઇનામ આપવાનું વચન આપવામાં આવ્યું હતું. આ પછી પણ ગાઝામાં લોકોએ તેમના નેતા વિશે કોઈ માહિતી આપી ન હતી. કથિત રીતે સિનવાર ત્યારથી ગાઝાના ગાઢ ટનલ નેટવર્કમાં છૂપાયેલો છે અને અંદરથી હમાસની પ્રવૃત્તિઓને નિયંત્રિત કરી રહ્યો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech