સિહોર નગરપાલિકા દ્વારા કોરોનાકાળ દરમ્યાન સામાજિક અંતર જળવાય અને કોરોના વધુ ને ફેલાય તે માટે સિહોરની બજારમાં થતી શાક-ભાજીની હરરાજીનું સ્થળ ભાવનગર રોડ પર આવેલા નગરપાલિકા હસ્તકના હેલીપેડ મેદાન ખાતે તબદીલ કરવામાં આવ્યુ હતું. દરમ્યાનમાં આજે સવારથી નગરપાલિકા દ્વારા મેદાનમાં હરરાજી બંધ કરાવતા રોષે ભરાયેલા ખેડૂતોએ ભાવનગર રોડ પર જ શાક-ભાજીની હરરાજી કરતા ટ્રાફિક જામ સહિતની સમસ્યા ઉભી થઈ હતી.
સિહોર નગરપાલિકા દ્વારા કોરોનાકાળ દરમ્યાન સામાજિક અંતર જળવાય તેમજ કોરોના વધુ ફેલાતો અટકે તેવા હેતુ સાથે સિહોરની બજારમાં થતી શાક-ભાજીની હરરાજી નગરપાલિકા હસ્તકના ભાવનગર રોડ પર આવેલા હેલીપેડ મેદાન ખાતે શાક-ભાજીની હરરાજી માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
કોરોનાકાળથી આજદિન સુધી દરરોજ શાક-ભાજીની હરરાજી હેલીપેડ મેદાન ખાતે જ યોજાતી હતી. જે ખેડૂતો અને વેપારીઓને અનુકૂળ હતું. દરમ્યાનમાં આજે નગરપાલિકા તંત્ર દ્વારા હેલીપેડ મેદાનના પ્રવેશદ્વાર બંધ કરી હવેથી મેદાન પર હરરાજી માટે પ્રતિબંધ લગાવી દેવાતા ખેડૂતો અને વેપારીઓમાં ભારે રોષ ફેલાયો હતો. અને ખેડૂતોએ નગરપાલિકાના મેદાનમાં શાક-ભાજીની હરરાજી બંધ કરાવ્યાના વિરોધના ભાગરૂપે ભાવનગર રોડ પરજ હરરાજી શરૂ કરી દેવાતા ટ્રાફિકજામ સહિતની સમસ્યા ઉભી થઈ હતી.
હેલીપેડ મેદાન પર શાક-ભાજીની હરરાજી બંધ કરાયા અંગે નગરપાલિકાના ચીફઓફિસરે જણાવ્યું હતું કે જે તે સમયે વૈકલ્પિકરીતે હેલીપેડ ખાતે હરરાજીની મંજૂરી આપવામાં આવી હતી. ત્યાર બાદ કોરોનાકાળ પૂરો થયા બાદથી આજદિન સુધી હરરાજી શરૂ રાખવા દેવામાં આવી હતી. પરંતુ, નગરપાલિકા હસ્તક આ એકમાત્ર મેદાન હોય અને તેની હેલીપેડ તરીકેની ઉપયોગીતા હોય અગાઉ ખેડૂતો અને વેપારીઓને હરરાજી બંધ કરવા ઉપરાંત સ્થળનું ભાડુ નક્કી કરવા માટે પણ બેઠક માટે આવવા જણાવાયું હતું. પરંતુ તંત્રના અભિગમને હકારાત્મક પ્રત્યુત્તર મળ્યો ન હતો.
જ્યારે નગરપાલિકાએ અગાઉથી જાણ કર્યા વિના જ હરરાજી બંધ કરાઈ હોવાનું ખેડૂત અગ્રણી ઘનશ્યામ મોરીએ જણાવી ઉમેર્યું હતું કે
લાંબા સમયથી અમો અહીં હરરાજી કરતા આવ્યા છીએ અને આ મેદાન હરરાજી માટે અનુકૂળ હોય લોકો તેમજ ખાસ કરીને આ સ્થળે હરરાજી થતી હોવાથી ટ્રાફિક સહિતની કોઈ સમસ્યા સર્જાતી ને હતી. પરંતુ આજે નગરપાલિકા દ્વારા અમોને કોઈપણ જાતની આગોતરા જાણકારી આપ્યા વગર જ મેદાનના દરવાજા બંધ કરી દેવાયા છે. જે અંગે અમો ચીફઓફિસર સમક્ષ રજુઆત કરવાના છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech