ઉનાળામાં સ્કિનની ખાસ કાળજી લેવી પડે છે. ભેજ અને તડકાના કારણે આપણી ત્વચા નિર્જીવ બની જાય છે અને ત્વચા પર ટેનિંગ થાય છે. આવી સ્થિતિમાં, લોકો ઘણીવાર ટેનિંગથી બચવા માટે સનસ્ક્રીનનો ઉપયોગ કરે છે. સનસ્ક્રીન ચહેરાથી લઈને આખા શરીર પર લગાવી શકાય છે. કેટલાક લોકો પહેલા સનસ્ક્રીન લગાવે છે, જ્યારે કેટલાક મોઇશ્ચરાઇઝર લગાવે છે. સનસ્ક્રીન ત્વચાને સૂર્યના હાનિકારક યુવી કિરણોથી રક્ષણ આપે છે.
ત્યારે મોઇશ્ચરાઇઝર ત્વચાને હાઇડ્રેટેડ અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પરંતુ લોકોના મનમાં ઘણીવાર આ પ્રશ્ન ઉદ્ભવે છે કે પહેલા સનસ્ક્રીન લગાવવું કે મોઇશ્ચરાઇઝર? તો જાણી લો આ મૂંઝવણનો જવાબ કે કેવી રીતે રાખવી જોઈએ ત્વચાની સંભાળ.
સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાની સાચી રીત શા માટે મહત્વપૂર્ણ છે?
સ્કિન કેર પ્રોડક્ટને ત્વચા પર યોગ્ય લેવલમાં લગાવવાથી વધુ સારા પરિણામો મળે છે. જો ખોટા ક્રમમાં સ્કિન કેરની દિનચર્યાનું પાલન કરો છો, તો ત્વચાને સંપૂર્ણ લાભ મળતો નથી અને પ્રોડક્ટ તેની અસર બતાવવામાં નિષ્ફળ જઈ શકે છે. આવી સ્થિતિમાં, એ જાણવું મહત્વપૂર્ણ છે કે પહેલા સનસ્ક્રીન લગાવવું જોઈએ કે મોઇશ્ચરાઇઝર.
પહેલા મોઇશ્ચરાઇઝર લગાવવું જોઈએ કે સનસ્ક્રીન?
સ્કિન કેરનું પહેલું સ્ટેપચહેરાને સાફ કરવાનું છે. આ માટે ચહેરાને ફેસવોશ અથવા ક્લીંઝરથી ધોઈ લો. જો ટોનર કે કોઈ સ્કિન સીરમ લગાવો છો, તો તેને મોઈશ્ચરાઈઝર લગાવતા પહેલા લગાવો. એ પછી તમારે મોઇશ્ચરાઇઝર લગાવવું પડશે. તે ત્વચાને હાઇડ્રેટ કરવામાં અને તેની ભેજ જાળવી રાખવામાં મદદ કરે છે. તે ત્વચાને મુલાયમ બનાવે છે અને મેકઅપ અને સનસ્ક્રીન માટે બેઝ તરીકે કામ કરે છે. એ પછી સનસ્ક્રીન લગાવવું જોઈએ. કારણ કે સનસ્ક્રીનનું કામ ત્વચાના ઉપરના સ્તર પર એક રક્ષણાત્મક કવચ બનાવવાનું છે. જો પહેલા સનસ્ક્રીન અને પછી મોઇશ્ચરાઇઝર લગાવો છો તો તે સનસ્ક્રીનની અસરકારકતા ઘટાડી શકે છે.
સનસ્ક્રીન લગાવવા માટેની મહત્વપૂર્ણ ટિપ્સ
SPF 30 કે તેથી વધુ ધરાવતું સનસ્ક્રીન પસંદ કરો. મોઇશ્ચરાઇઝર લગાવ્યા પછી સનસ્ક્રીન લગાવો અને મેકઅપ કરતા પહેલા તેને 5-10 મિનિટ માટે સેટ થવા દો. દર 2-3 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવો, ખાસ કરીને જો તડકામાં વધુ સમય વિતાવતા હોય ત્યારે. જો ત્વચા તૈલી હોય તો જેલ આધારિત અથવા મેટ સનસ્ક્રીન પસંદ કરો. શિયાળામાં પણ સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં, કારણ કે યુવી કિરણો દરેક ઋતુમાં ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલમાં આર્થિક સંકડામણના કારણે યુવાનનો આપઘાત
March 19, 2025 05:48 PMગુજરાતવાસીઓને UCC અંગે સૂચનો મોકલવાની સમયમર્યાદા લંબાવાઈ, જાણો સૂચનો કેવી રીતે મોકલવા
March 19, 2025 05:28 PMજામનગર : રખડતા પશુઓની પાંચ દિવસમાં વ્યવસ્થા કરવા જામ્યુકોનું અલ્ટીમેટમ
March 19, 2025 04:57 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech