પહેલગામ આતંકી હુમલાને વખોડતા શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી 

  • April 28, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાષ્ટ્રપતિ શાસનની કરાઈ માંગ


ગત મંગળવારે ભરબપોરે પહેલગામમાં ૨૭ નિર્દોષ પ્રવાસીઓની હત્યાથી દેશભરમાં આક્રોશ અને ગુસ્સો જોવા મળી રહ્યો છે.ત્યારે દ્વારકાપીઠ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ આ ઘટનાને વખોડી છે.



કાશ્મીરના પહેલગાવમાં થયેલ આતંકી હુમલામાં ૨૭ નિર્દોષ નાગરીકોની હત્યાના વિરોધમાં દેશભરમાં પાકીસ્તાન પ્રેરિત આતંકવાદ સામે આક્રોશ અને ગુસ્સો છે ત્યારે આ દુઃખદ ઘટના અંગે દ્વારકા શારદાપીઠના શંકરાચાર્યે પણ આ ઘટનાને આકરા શબ્દોમાં વખોડી આતંકવાદને આસુરી પ્રવૃત્તિ ગણાવી છે. 


આ સાથે ભારત જેવા લોકતાંત્રીક દેશમાં આતંકવાદીઓ દ્વારા ધર્મ આધારીત ધર્મવિશેષના લોકોનો હત્યાકાંડ આચર્યો હોય જેને ખૂબ સંવેદનશીલ ગણાવ્યો હતો. આ સાથે સંવિધાનનો મૂળ ઉદ્દેશ દેશની સંપ્રભુતાની રક્ષણ કરવાનો હોય અને જયારે રાષ્ટ્રના અસ્તિત્વની વાત આવ ત્યારે કૂટનીતિ આવશ્યક ગણાવી કાશ્મીરમાં સ્થિતિ સામાન્ય = ન થાય ત્યાં સુધી કેન્દ્ર સરકાર કાશ્મીરને પોતાના નિયંત્રણમાં રાખે અને રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવે તેવી માંગ કરી હતી.


સાથોસાથ સમગ્ર દેશની જેમ કાશ્મીર પણ સર્વ ધર્મના નાગરિકોનું છે એવી માનસિકતા જગાડવામાં આવે તેમજ રાજકીય ઉપરાંત ધાર્મિક સામાજિક સંગઠનો અને ભારતીય મુસ્લિમ સંગઠનો આવા અવસરે આગળ આવી રાષ્ટ્રીય એકતા સુનિશ્ચિત કરે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application