ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજુ કરેલા ગુજરાત રાયના આગામી નાણાકીય વર્ષ ૨૦૨૪–૨૫ના બજેટમાં શહેરી વિકાસ વિભાગ માટે ૨૧૬૯૬ કરોડથી વધુ રકમની માતબર જોગવાઈ કરી છે. સાથે સાથે રાયમાં વધતી જતી શહેરીકરણની સમસ્યાને નિવારવા માટે મોટા નગરોને હવે મહાનગરનો દરજજો આપવાની પણ મહત્વપુર્ણ જાહેરાત બજેટ સત્ર અંતર્ગત જ કરી હતી. સૌરાષ્ટ્ર્ર–કચ્છના ત્રણ નગરો અને ગુજરાતના ચાર નગરો સહિત સમગ્ર રાયના કુલ સાત નગરોને મહાનગરનો દરજજો આપવામાં આવશે. આ સાત મહાનગરોમાં સૌરાષ્ટ્ર્ર કચ્છમાંથી મોરબી, ગાંધીધામ અને સુરેન્દ્રનગર–વઢવાણ (સંયુકત) સહિતના ત્રણ નગરો અને દક્ષિણ ગુજરાતમાંથી નવસારી તેમજ વાપી અને મધ્ય ગુજરાતમાંથી આણદં અને ઉત્તર ગુજરાતમાંથી મહેસાણાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
બજેટ પ્રવચન દરમિયાન નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે, રાજયમાં શહેરીકરણની ગતિ વધી રહી છે અને હાલમાં રાયની કુલ વસતીના ૫૦ ટકા વસતી ૮ મહાનગરોમાં વસવાટ કરી રહી છે. ૨૦૪૭ના રોડમેપ મુજબ જોઈએ તો આગામી ૨૫ વર્ષમાં રાયની ૭૫ ટકા વસતી મહાનગરોમાં વસવાટ કરતી હશે તેવી ધારણા છે.
મહત્વપૂર્ણ છે કે, પાંચ લાખ કે તેથી વધુની વસતી ધરાવતા નગરને મહાનગરનો દરો આપવામાં આવતો હોય છે અને જો કોઈ નગરની વસતી નિર્ધારીત ક્રાઈટ એરીયા જેટલી થતી ન હોય તો તે નગરની હદમાં આજુબાજુના ગામો ભેળવી દઈને તેની વસતીનો આકં નિર્ધારીત કરી મહાનગરનો દરજજો આપવામાં આવતો હોય છે. ગુજરાત રાયમાં હાલ ૮ મહાનગરો અસ્તિત્વમાં છે. જેમાં રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જૂનાગઢ સહિતનો સમાવેશ થાય છે. આગામી દિવસોમાં ઉપરોકત સાત નવા મહાનગરો અસ્તિત્વમાં આવશે જેથી રાયમાં મહાનગરોની કુલ સંખ્યા ૧૫ થશે. ઉલ્લ ેખનીય છે કે, આજે રજુ થયેલા બજેટમાં ઉપરોકત સૈધ્ધાંતિક જોગવાઈ કરવામાં આવી છે. આગામી દિવસોમાં શહેરી વિકાસ વિભાગ મારફતે નિર્ધારીત પ્રક્રિયા પુર્ણ કરીને મહાનગરનો દરો આપવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech