પ્રેમ લગ્ન કર્યા બાદ યુવક અમદાવાદ સ્થાયી થયો હતો. ઈદ હોવાથી ધોરાજીમાં પરિવારજનો પાસે આવ્યો હતો. ગઈકાલે સાળો સહિતના જોઈ જતા પાઈપથી તૂટી પડ્યા હતા. બનાવના પગલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
બનાવ અંગે ધોરાજીમાં આરડીસી બેંક વાળી શેરીમાં રહેતાં અરફાદભાઈ અફઝલભાઇ ચડીયાતા (ઉ.વ.૨૨) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ઇલ્યાસ સુલેમાન માજોઠી, સોહિલ સૈયદ, મહમદ કાસમ માજોઠી, અહેમદ ડોસાણી, મુસ્તાક સંધી, અહેમદ સુલેમાન માજોઠી, હાજી દસાણીયા (રહે. તમામ ધોરાજી) નું નામ આપતા ધોરાજી સીટી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, હાલ છેલ્લા સાતેક મહીનાથી અમદાવાદમા તીનબતી ચોક, અન્જુમ કોલોનીમા તેના મોટાભાઇ અદનાનભાઈ સાથે તે અને તેની પત્ની રહે છે. તે આત્મીય યુનીવર્સીટીમા બીસીએમા છેલ્લા વર્ષની એકઝામની તૈયારી કરે છે. યુવકે એકાદ વર્ષ પહેલા પ્રેમ લગ્ન કરેલ હતા. ગઇ તા.૨૬ ના તેને રાજકોટ ખાતે એક્ઝામ માટે આવેલ હતો અને ત્યાથી બીજા દીવસે ધોરાજી પોતાના ઘરે આવેલ અને ઈદનો તહેવાર આવતો હોય જેથી ગઇ તા.૨૯ ના તેની પત્ની પણ ધોરાજી ઘરે આવેલ હતી.
દરમિયાન મોડી રાત્રીના અગિયારેક બારેક વાગ્યે તે અને તેની પત્ની સાથે મિત્રનું બાઈક લઇ પત્નીને ફ્રેન્ડના ઘરે મુકવા માટે ગયેલ અને ત્યાંથી મિત્ર આદીલ મુલ્તાનીના ઘરે ઇદનો તહેવાર હોય જેથી આટો મારવા ગયેલ હતો. ત્યાં તેમની પત્નીનો ફોન આવતા તેને તેડવા માટે જતો હતો ત્યારે રસ્તામાં અહેમદ સુલેમાન માજોઠી અને મુસ્તાક સંધી જોઇ ગયેલ હતાં.
ત્યારબાદ યુવક તેની પત્નીને તેડીને ઘરે જતા હતા ત્યારે ઘરની પાસે આવેલ દુકાને ઇલ્યાસ માજોઠી તેના મિત્રો સાથે સીગારેટ પીતો હતો. યુવાને ઘરે પહોંચીને બાઇક ઉભુ રાખ્યું તે દરમ્યાન ઇલ્યાસ માજોઠી હાથમા લોખંડનો પાઈપ લઈ ઘસી આવેલ અને ગાળો દઇ માથાકુટ કરવા લાગેલ હતો. દરમ્યાન પાછળથી સોહીલ સૈયદ અને ફરિયાદીનો સાળો મહમદ માજોઠી પણ સ્ટીલના પાઈપ હતો લઈ ઘસી આવી ગાળાગાળી કરવા કરી ઇલ્યાસ માજોઠીએ પોતાની પાસે રહેલ પાઈપનો એક થા માથાના ભાગે મારતાં તે નીચે પડી ગયેલ અને અન્ય શખ્સો આડેધડ મારવા લાગેલ હતાં.
તે દરમિયાન અન્ય શખ્સોએ યુવકની પત્ની સાથે પણ માથાકુટ કરવા લાગેલ હતાં. તે દરમિયાન તેના માતા-પિતા આવી જતા વધુ મારથી છોડાવતા હોય ત્યારે આરોપી તેને પકડવા લાગેલ અને તેને પણ મારવા લાગેલ હતાં. ફરીયાદી નીચે પડી જતા ઢસડાઇને ઘરમા જતો હોય તે દરમ્યાન અહેમદ માજોઠી આવી લોખંડના પાઈપથી હુમલો કરી દિધો હતો. ત્યારબાદ આરોપીઓએ ગાળો આપી જો ક્યાય આડો આવ્યો તો તને જાનથી પતાવી દેવો છે કહીં નાસી છૂટ્યા હતાં. ફરીયાદી યુવક બેભાન થઈ ગયેલ હતો. તેને સારવારમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હતો.
વધુમાં બનાવના કારણ અંગે યુવાને જણાવ્યું હતું કે, તેને તેની પત્ની સાથે ત્રણેક વર્ષથી પ્રેમ સંબંધ હોય અને તેણીના ઘરના સભ્યો લગ્ન માટે સહમત ના હોય જેથી એકાદ વર્ષ પહેલા તેના ઘરના સભ્યોથી ઉપરવટ જઈને ભાગીને પ્રેમલગ્ન કરેલ હતાં, જે બાબતનો ખાર રાખી હુમલો કર્યો હતો.
બનાવ અંગેની ફરીયાદ પરથી પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech