પોરબંદરમાં એન્ડીંગ પ્લાસ્ટીક પોલ્યુશન ગ્લોબલી વિષયક સેમિનાર યોજાયો હતો.
વિશ્ર્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગપે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને સૌરાષ્ટ્ર કેમિકલ્સ પોરબંદર (ડિવિઝન ઓફ નિરમા લિમિટેડ) દ્વારા એક મહત્વપૂર્ણ સેમિનારનું આયોજન સૌરાષ્ટ્ર કેમિકલ્સના કોન્ફરન્સ હોલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં એન્ડિંગ ઓફ પ્લાસ્ટિક પોલ્યુશન ગ્લોબલી થીમ પર પર્યાવરણ જાગૃતિ ફેલાવવીને રોજબરોજના જીવનમાં થતો પ્લાસ્ટિક ઉપયોગ ઘટાડી પર્યાવરણને કેવી રીતે બચાવી શકાય તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સેમિનાર દરમિયાન સૌરાષ્ટ્ર કેમિકલ્સના એન્વાયરમેન્ટલ એન્જિનિયર હર્ષ ભાવસારે પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વૈશ્ર્વિક કક્ષાએ ઉજવાતા પર્યાવરણ દિવસ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે પ્લાસ્ટિક પોલ્યુશનના કારણે થતા પર્યાવરણીય અને આરોગ્ય સંબંધિત નુકસાનો અંગે ચર્ચા કરી હતી તથા રોજિંદા જીવનમાં તેના ઉપયોગને ઘટાડવા માટે નાનાં પણ અસરકારક પગલાં અંગે ચર્ચા કરી હતી. સેમિનારમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ પોરબંદરના જનરલ મેનેજર વિઠ્ઠલભાઈ પટોલિયા દ્વારા પાંચ આર - રીફયુસ, રીયુઝ,રીસાયકલ,રીથીંક અને રીપેર ના મહત્વ વિશે વાત કરી હતી અને ઉપસ્થિત સૌરાષ્ટ્ર કેમિકલ્સ પોરબંદરના સ્ટાફને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવાની તેમજ પર્યાવરણ જાળવણી માટે સ્વૈચ્છિક રીતે જવાબદારી નિભાવવાની અપીલ કરી હતી.
સેમિનાર દરમિયાન જાહેરમાં સૌરાષ્ટ્ર કેમિકલ્સ, પોરબંદરના સ્ટાફ દ્વારા સંકલ્પ પણ લેવામાં આવ્યો હતો કે, હું પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું, અને જો જર પડે તો તેને મર્યાદિત જ રાખીશ.
આ સેમિનારના અંતે વ્યક્તિગત જીવનમાં પ્લાસ્ટિકના ઉપયોગમાં ઘટાડો લાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી, જેમ કે શાકભાજી લેવા માટે કાપડની થેલીનો ઉપયોગ, પ્લાસ્ટિકના કપના બદલે માટીના કપનો ઉપયોગ, દાતણનો ઉપયોગ વગેરેનો સહિતના પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવામાં ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech