આ વખતે દરિયાકાંઠાના રાય મહારાષ્ટ્ર્રમાં પણ ગરમી પડી રહી છે. મહારાષ્ટ્ર્રનો અકોલા જિલ્લો છેલ્લા બે દિવસથી રાયનું સૌથી ગરમ શહેર રહ્યું છે અને તેનું મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ છે. વધતા તાપમાન અને હીટ વેવના ભયને ધ્યાનમાં રાખીને જિલ્લા મેજિસ્ટ્રેટ અજીત કુંભરે ત્યાં ૩૧ મે સુધી કલમ ૧૪૪ લાગુ કરી છે.
જિલ્લા મેજિસ્ટ્રેટે સંસ્થાઓને કામદારો માટે પીવાના પાણી અને પંખાની પૂરતી વ્યવસ્થા કરવા આદેશ આપ્યો છે. પ્રાઈવેટ કોચિંગ કલાસના સમયમાં ફેરફાર કરવાની સૂચના આપીને બપોર પછી પ્રતિબધં મુકવામાં આવ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર્રના વિદર્ભ ક્ષેત્રના અકોલામાં શુક્રવારે મહત્તમ તાપમાન ૪૫.૮ ડિગ્રી સેલ્સિયસ અને શનિવારે ૪૫.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. શહેરમાં આ મહિનામાં આ સૌથી વધુ તાપમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અકોલામાં ૨૬ મેથી ૨૯ મે સુધી હીટ વેવની અસર રહેશે. યારે મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, લઘુત્તમ તાપમાન ૩૧ ડિગ્રી સેલ્સિયસ રહેવાની શકયતા છે. ૩૦ મેથી ૧ જૂનની વચ્ચે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસ રહેશે. છેલ્લા કેટલાક દિવસોથી વિદર્ભ પ્રદેશના ઘણા ભાગોમાં તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસોમાં અકોલામાં મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી સેલ્સિયસથી ૪૫.૮ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMઅમિત શાહનો આત્મવિશ્વાસ! 2026માં પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં NDAની સરકાર
June 08, 2025 08:02 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech