અમેરિકા અને ઈરાન વચ્ચે આજે ઈટલીની રાજધાની રોમમાં ન્યુક્લિયર ડીલ પર બીજા રાઉન્ડની વાતચીત પૂરી થઈ ગઈ છે. આ વાતચીતમાં અમેરિકી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને ઈરાની વિદેશ મંત્રી અબ્બાસ અરાકચી સામેલ થયા હતા. જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અરાકચી અને વિટકૉફે સીધી વાત કરી કે નહીં.
બંને વચ્ચે ડીલ પર વાતચીતનો આ બીજો તબક્કો હતો. ઈરાનની તરફથી કહેવામાં આવ્યું કે વાતચીત ઘણી સાર્થક રહી, આવતા અઠવાડિયે શનિવારે વાતચીતનો ત્રીજો તબક્કો શરૂ થશે. આ પહેલા બુધવારે બંને પક્ષો ટેકનિકલ મુદ્દાઓ પર વાત કરશે.
આ પહેલા ઈરાની વિદેશ મંત્રી અરાકચીએ ગુરુવારે રશિયન વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ સાથે વાત કરી હતી. આ દરમિયાન અરાકચીએ કહ્યું કે અમેરિકાના ઈરાદાઓ પર વિશ્વાસ નથી, પરંતુ તેમ છતાં વાતચીત કરશે.
અમેરિકા અને ઈરાન વચ્ચે 12 એપ્રિલના રોજ બંને દેશોના ઓમાનમાં વચ્ચે પહેલી વાતચીત થઈ હતી. તેની મધ્યસ્થતા ઓમાનના વિદેશ મંત્રી બદ્ર અલ-બુસૈદીએ કરી હતી. આ બંને દેશોમાં એક દાયકા બાદ ન્યુક્લિયર ડીલ પર થનારી પહેલી સત્તાવાર વાતચીત હતી.
ઈરાનને ન્યુક્લિયર પ્રોગ્રામ છોડવાની ચેતવણી આપી ચૂક્યા છે ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને ન્યુક્લિયર પ્રોગ્રામ નહીં છોડવા પર પરિણામ ભોગવવાની ધમકી આપી ચૂક્યા છે. વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ કેરોલિન લેવિટના જણાવ્યા અનુસાર ટ્રમ્પની પ્રાથમિકતા છે કે ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર પ્રાપ્ત ન કરી શકે.
લેવિટે ગયા અઠવાડિયે એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ પહેલા પણ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે આ મામલે તમામ વિકલ્પો ખુલ્લા છે. ઈરાન પાસે બે વિકલ્પ છે- કાં તો ટ્રમ્પની માંગણીઓ માને, અથવા ગંભીર પરિણામ ભોગવવા તૈયાર રહે. આ જ આ મુદ્દા પર ટ્રમ્પની દ્રઢ ભાવના છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech