બે દિવસ પૂર્વે તળાજા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો ઉપરાંત ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે તળાજા પંથકમાં નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. પૂરના પાણી તળાજા પંથકના કેટલાક ગામોમાં પણ ઘૂસ્યા હોવાની ઘટનાઓ બની હતી, દરમ્યાન ગઈકાલે સાંજે તળાજા તાલુકાના જૂની-નવી કામરોળ ગામે ભાગીયુ રાખી રહેતો પરીવાર તેના શોભાવડ ગામે રહેતા સંબંધીને ત્યાં જવા નીકળ્યા હતા, અને નદી પરના કોઝ-વે પાર કરી રહ્યા હતા તે દરમીયાન અચાનક પાણીનો પ્રવાહ વધી જતા મહિલા સહિત ૪ સભ્યો પાણીના પ્રવાહમાં તણાયા હતા, જો કે ૩ પૂષો પાણીમાંથી બહાર નીકળી ગયા હતા, પરંતુ સાથેની મહિલા ધસમસતા પાણીમાં તણાયા હતા, જેને સ્થાનીકોએ બચાવવાની કોશીષ કરી હતી, પરંતુ કારી ફાવી ન હતી. દરમ્યાન મહિલા તણાયાની જાણ થતા તળાજા ફાયરનો કાફલો દોડી ગયો હતો, અને મહિલાની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ રાત્રી સુધી તેનો કોઈ પત્તો લાગ્યો ન હોય સ્થગીત કરાયેલી શોધખોળની કામગીરી આજે મંગળવારે સવારે પૂન: હાથ ધરવામાં આવી છે. આજે આ લખાય રહ્યું છે ત્યાં સુધી મહિલાનો હજુ સુધી પત્તો લાગ્યો ન હોવાનું તળાજાના ઈન્ચાર્જ મામલતદારએ જણાવ્યું હતું.
ઉપલબ્ધ વિગતો મુજબ મૂળ છોટા ઉદેપુર જિલ્લાના જેતપુર પાવી પંથકના શુળી ગામના અને છેલ્લા કેટલાક સમયથી તળાજાના જૂની-નવી કામરોળ ગામે રાજેન્દ્રસિંહ પ્રવિણસિંહની વાડીમાં ભાગીયુ રાખી રહેતા ગીરીશભાઈ સનાભાઈ નાયડા અને તેમનો પરિવાર ગઈકાલે સાંજના સમયે ગીરીશભાઈના સંબંધી કે જેઓ શોભાવડ ગામે વાડી વિસ્તારમાં રહેતા હોય તેઓને ત્યાં જવા માટે નીકળ્યા હતા, જે દરમ્યાન જૂની-નવી કામરોળ ગામ નજીકથી પસાર થતી નદી પરના કોઝ-વેમાંથી નીકળી રહ્યા હતા, તે દરમ્યાન અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા ગીરીશભાઈ સહીત ચારે’ય સભ્યો પાણીમાં તણાયા હતા, જો કે, ગીરીશભાઈ સહીત ત્રણે’ય પૂષો મહામહેનતે પાણીમાંથી બહાર નીકળ્યા હતા, પરંતુ કુસુમબેન ગીરીશભાઈનું સમતોલન ન રહેતા ધસમસતા પ્રવાહમાં તણાયા હતા આથી સ્થાનીક લોકોને જાણ થતા કુસુમબેનની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ કોઈ કારી ફાવતા નહી તળાજા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. અને ફાયર બ્રિગેડે દોડી આવી કુસુમબેનની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ મોડી રાત્રી સુધી કોઈ પત્તો નહીં લાગતા શોધખોળની કામગીરી સ્થગીત કરવામાં આવી હતી. દરમ્યાન તળાજા મામલતદાર તંત્ર દ્વારા ભાવનગર ફાયર બ્રિગેડને પણ જાણ કરતા આજે સવારે ભાવનગરથી ફાયરનો કાફલો દોડી ગયો હતો, અને કુસુમબેનની શોધખોળની કામગીરી હાથ ધરી હતી. દરમ્યાન આજ સવારથી હાથ ધરાયેલી કામગીરીમાં આ લખાય રહ્યું છે ત્યાં સુધી કુસુમબેનનો કોઈ પત્તો લાગ્યો ન હોવાનું તળાજા તાલુકાના ઈન્ચાર્જ મામલતદાર રાજેન્દ્ર ગોહેલે જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમહુવામાં ચાર વર્ષ પૂર્વે થયેલી મારામારીના કેસમાં બે શખ્સોને બે, બે વર્ષની સજા
April 04, 2025 03:24 PMતે મારી બહેનની સગાઇ કેમ તોડાવી નાખી ? યુવક ઉપર પરણિત પ્રેમિકાના પુત્ર, પતિ સહીત છનો હુમલો
April 04, 2025 03:24 PMસિહોરમાં બે અલગ અલગ જગ્યાએ આગની બે ઘટના
April 04, 2025 03:24 PMરોડ કંપનીના સુપરવાઈઝરના નામે ા.૧૯.૬૨ કરોડના વ્યવહારો થયા
April 04, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech