કોંગ્રેસના વિધાર્થીનેતા અને ઝોનલ પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યુ છે કે રાજકોટની અનેક સ્કૂલોમા મોતના માંચડા સમાન ગેરકાયદેસર પ્લાસ્ટિકના ડોમ ખડકેલા છે યા અનેક વિધાર્થીઓ અભ્યાસ કરે ત્યાં ફાયરસેટીના નામે મીંડુ છે. વિશેષ કે જે સ્કૂલોમાં ફાયરસેટી છે ત્યા માત્ર દેખાડા પૂરતી સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે એટલે કે બધં હાલતમા છે. અનેક સ્કૂલોમા ફાયર એનઓસી રિન્યુ કરવાનુ બાકી છે ત્યારે જીલ્લ ા શિક્ષણ અધિકારીએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળી વિધાર્થીઓની સુરક્ષાના મામલે ગંભીરતા દાખવવી જોઈએ. ગઈકાલે ડીઈઓએ તમામ સ્કૂલો પાસેથી આ તમામ બાબતોએ અહેવાલ મંગાવ્યો છે પરંતુ ફિલ્ડ પર અધિકારીઓને મોકલ્યા વગર પરિણામ શૂન્ય આવવાનું છે. સ્કૂલોમાં ગેરકાયદે ડોમ અને ઇન્ફ્રાસ્ટચકર બાબતોના પુરાવાઓ આપીને ડીઈઓને ચીમક્કી આપતા જણાવાયું હતુ કે એક દિવસમાં જો આ ડોમ તમે નહી હટાવી શકો તો અમે વિધાર્થી રેડ કરી આ ગેરકાયદે ડોમ તોડી પાડીશું જેની તમામ જવાબદારી જીલ્લ ા શિક્ષણ અધિકારીની રહેશે. શહેરમાં કેટલી સ્કૂલો પાસે ફાયર સેટી ઇન્સ્ટોલ છે તે માહિતી,ગેરકાયદે ડોમ અંગે અને ફાયર એનઓસી રિન્યુ કેટલી સ્કૂલોને બાકી છે તેનો વિસ્તૃત અહેવાલ મીડિયામા જાહેર કરવો જોઈએ જેથી વિધાર્થીઓના વાલીઓને ખ્યાલ પડે કે અમે તમામ પ્રકારની ફી ભરીને બાળકને અભ્યાસ અર્થે સ્કૂલમા મોકલીયે તેમા મારા બાળકની જીવની સુરક્ષા મામલે તકેદારી લેવાય છે કે કેમ!
વધુમા જણાવ્યું હતું રાજકોટમા શેરી–ગલીઓના એપાર્ટમેન્ટમાં કલાસીસો અને પ્રી–સ્કૂલો આવેલી છે ત્યારે મોટાભાગની પ્રી–સ્કૂલોએ કોમર્સિયલ એપાર્ટમેંટ અને મકાનોની અગાસીના ભાગે પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા ઊભી કરેલી હોય છે ત્યારે નાના ભુલકાઓની સુરક્ષાના પર અનેક સવાલ ઉભા થાય છે.અનેક પ્રી–સ્કૂલો રેસિડેન્સયલ મકાનોમા આવેલી છે પરંતુ ત્યા બાળકોની સુરક્ષાના મામલે તકેદારીના ભાગપે ફાયર સેફટીનો અભાવ જોવા મળે છે.મોટાભાગની પ્રી–સ્કૂલો કોઈપણ જાતના રજીસ્ટેશન વગર જ ધમધમે છે જેથી તત્રં પાસે આ સ્કૂલો અંગેની સચોટ માહિતી પણ નહી હોય.આ નાના ભૂલકાઓની ઉંમર ૩–૬ વર્ષ હોય ત્યારે વહીવટી તંત્રએ રાજકોટ શહેરમાં આવેલી તમામ પ્રી–સ્કૂલોનુ રેજિસ્ટેશન ફરજિયાત કરી એક એસઓપી બનાવ્યા બાદ જ ચાલુ કરવા આદેશ આપવો જોઈએ.
રાજકોટમાં અનેક ખાનગી કલાસીસો આવેલા છે જેમા સ્પર્ધામક પરીક્ષાઓના,કમ્પ્યુટ ટિચિંગ,ઈન્ટરનેશન લેન્ગવેજ, સ્કૂલોના કોચિંગ, સ્કીલ ડેવલોપમેન્ટ જેવા અનેક પ્રકારના હોય છે પરંતુ મોટાભાગના કલાસીસોમા ફાયરસેટીનો અભાવ તો પ્લાસ્ટિકના ગેરકાયદે ડોમમા ગાડુ ગબડાવાય રહ્યું છે. અનેક કલાસીસો અતિ જૂના બિલ્ડીંગોમા કાર્યરાત છે. વિધાર્થીનેતા અને કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે અંતમા જણાવ્યુ હતુ કે અમારો ઇરાદો સ્કૂલ–કલાસિસ સંચાલકોને હેરાન કરવાનો નથી પરંતુ વિધાર્થીઓની જીવની સુરક્ષા એ અમારા માટે પ્રથમ પ્રાથમિકતા છે જેથી તત્રં આ બાબતે ગંભીરતા નહી લે તો અમે ગેરકાયદે દબાણ દૂર કરીશું અને હલ્લ ાબોલ પણ કરીશુ.
કઈ જગ્યાએ કઈ સ્કૂલમાં ડોમમાં ભણાવાય છે તેના આ રહ્યા સરનામા
રાજકોટ: રોહિતસિંહ રાજપુતે વીડિયો–ફોટોગ્રાફ રજૂ કરી આક્ષેપ કરતાં જણાવ્યું છે કે અમિન માર્ગ પર આવેલ એમએફએલ (ફોરેન લેંગ્વેજ), કોઠારીયા મેઈન રોડ પર દેવપરામાં પતંજલિ સ્કૂલ, કોઠારીયા રોડ પર આનંદનગરમાં શુભ સ્કૂલ, અમિન માર્ગના ટ્રાન્સગ્લોબલ ફોરેન લેંગ્વેજ, ઈન્દ્રપ્રસ્થનગરમાં મોદી સ્કૂલ, અમિન માર્ગ પર પોદાર પ્રી–સ્કૂલ, ક્રિસ્ટલ મોલ નજીક પરિશ્રમ સ્કૂલ, કાલાવડ રોડ પર સ્વસ્તિક સ્કૂલ, ન્યુ પરિમલ સ્કૂલ, આત્મિય સ્કૂલ, કે સેવન એયુકેશન, કોટેચા ચોકમાં લીટલ સ્ટાર પ્રી સ્કૂલ, યુનિવર્સિટી રોડ પર જલારામ સોસાયટીમાં તપસ્વી સ્કૂલ, યુનિ. રોડ પર શકિત સ્કૂલ, સાધુ વાસવાણી રોડના ગોપાલ ચોકમાં નોબલ પ્રી સ્કૂલ, રૈયા રોડ પર રોજરી સ્કૂલ, અક્ષર સ્કૂલ વગેરેમાં ટોપ લોર પર વધારાનું ડોમનું બાંધકામ કરી બાળકોને ભણાવાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech