રાજયમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અંતર્ગત આજે શાળા ફાળવણી જાહેર થઈ છે. ભરતી માટે ૪૫૩૨ જેટલી અરજી મળ્યા બાદ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તાજેતરમાં ભરતી પસંદગી સમિતિની બેઠકમાં આજ થી શાળા ફાળવણી કરવા અને ત્યારબાદ ૯ માર્ચના રોજ નિમણૂક હત્પકમ અને ભલામણ પત્ર આપવાનું નક્કી કરાયું છે. આમ, ૯ માર્ચના રોજ જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.આ કાર્યવાહીના પગલે હાલમાં ચાલતી ધોરણ–૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા અને મૂલ્યાંકનની કામગીરીમાં અસર પડશે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય બાદ અમલમાં આવે તે રીતે કરવા માંગણી ઉઠી છે.જૂના શિક્ષકોની ભરતીમાં નિમણૂકની કાર્યવાહીના પગલે હાલમાં ચાલતી ધોરણ–૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા અને મૂલ્યાંકનની કામગીરીમાં અસર પડશે. હાલમાં શિક્ષકોને ૧૩ પરીક્ષાની કામગીરીમાં ઓર્ડર થયેલા છે. ઉપરાંત મૂલ્યાંકન માટેના પણ ઓર્ડર કરી દેવાયા છે. જોકે, હવે ૯ માર્ચ સુધીમાં શિક્ષકોને નિમણૂક હત્પકમો મળ્યા બાદ તેઓ જિલ્લ ો બદલી અન્ય જગ્યાએ ફરજ પર જશે તો બોર્ડની પરીક્ષા અને મૂલ્યાંકનની કામગીરી પર અસર પડી શકે છે.આ તમામ પ્રક્રિયા બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય બાદ અમલમાં આવે તે રીતે કરવા માંગણી ઉઠી છે.પ્રા માહિતી અનુસાર, રાયની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ૨ હજાર અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ૨ હજાર મળી કુલ ૪ હજાર જૂના શિક્ષકોની ભરતીની જાહેરાત ૧ સપ્ટેમ્બર, ૨૦૨૪ના રોજ આપવામાં આવી હતી. આ જાહેરાત અન્વયે ઉમેદવારો દ્રારા ભરતી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સમગ્ર રાયમાંથી કુલ ૪૫૩૨ અરજી મળી હતી.અરજી મળ્યા બાદ ભરતી માટે મેરિટ લિસ્ટ જાહેર કરવાની કામગીરી કરવામાં આવી હતી. જેમાં ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૫ના રોજ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું હતું. મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યા બાદ તા. ૧૨ ફેબ્રુઆરીથી ૧૯ ફેબ્રુઆરી દરમિયાન શાળા પસંદગીનો તબક્કો હાથ ધરવામાં આવ્યો હતો. આમ, શાળા પસંદગીની કામગીરી પણ પૂર્ણ થયા બાદ હવે આગળની કાર્યવાહી હાથ ધરવામાં છે.દરમિયાન, બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જૂના શિક્ષકોની ભરતી અંતર્ગત ભરતી પસંદગી સમિતીની બેઠક તાજેતરમાં મળી હતી.
જેમાં ૧ માર્ચના રોજ જૂના શિક્ષક માટેના ઉમેદવારો માટે શાળા ફાળવણી જાહેર કરવા અંગે નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત ૯ માર્ચના રોજ ઉમેદવારોને નિમણૂક હત્પકમ અને ભલામણ પત્ર આપી રાયમાં જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુપીના આ ગામને મળ્યું છે એક અનોખું વરદાન, અહીં ઝેરી સાપના ડંખથી પણ કોઈનું મૃત્યુ થતું નથી!
April 08, 2025 12:22 PMફવાદ ખાનના સમર્થનમાં ઉતરી અમીષા પટેલ
April 08, 2025 12:12 PMખંભાળિયા તાલુકા પ્રા. શિક્ષણાધિકારીનો સન્માન કાર્યક્રમ
April 08, 2025 12:12 PMસની દેઓલ 30 વર્ષ પછી શાહરૂખ સાથે કામ કરવા તૈયાર
April 08, 2025 12:11 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech