પીજીવીસીએલ દ્વારા ગઇકાલે વીજચેકીંગ કરાયા બાદ આજે જામનગર શહેરનાં કેટલાક વિસ્તારો પટેલ કોલોની, બેડી, ધરારનગર, જોડીયા ભુંગા ઉપરાંત દ્વારકા કલ્યાણપુર, સહિતનાં કેટલાક વિસ્તારોમાં અને ગામડાઓમાં ચેકીંગની કાર્યવાહી શરૂ થઇ ચુકી છે અને સાંજ સુધીમાં મોટાપાયે વીજચોરી પકડાઇ તેવી શકયતા છે.
પીજીવીસીએલ દ્વારા ગઇકાલે જામનગર શહેર અને જામજોધપુર, દરેડ, કનસુમરા, સહિતના કેટલાક વિસ્તારોમાં વીજ ચેકીંગ કરાતા ૭૮ કનેકશનોમાં વીજચોરી પકડાતા રૂ. ૪૦.૬૦ લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
પીજીવીસીએલનાં જણાવ્યા મુજબ ગઇકાલે શેઠવડાળા, ખડબા, ચીરોળા, વેરાવળ, ઇશ્ર્વરીયા, તેમજ જામજોધપુર તાલુકાનાં કેટલાક ગામડાઓ ઉપરાંત દરેડ, કનસુમરા, મતવા, નાધુના, ધોરીવાવ અને જામનગર તાલુકાનાં કેટલાક ગામો ઉપરાંત શહેરનાં રણજીતનગર, નાગરચકલો, સુમેર કલબ, દિ.પ્લોટ સહિતનાં વિસ્તારોમાં પણ ૪૫ ટીમોએ સતત વીજચેકીંગ કર્યું હતું જેમાં ૫૩૭ કનેકશનો ચેક કરાયા હતા અને ૭૮માં વીજચોરી પકડાઇ હતી. લોકલ પોલીસ ૧૯ અને એસઆરપીનાં ૧૨ જવાનો બંદોબસ્તમાં રહ્યા હતા.