‘સેવ પોરબંદર સી’ સંસ્થાના સભ્યોએ નિરમા ફેક્ટરીનું કેમિકલયુક્ત પાણી દરિયામાં ઠાલવવાથી દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થઇ રહ્યું છે.તેથી જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.
થોડા સમય પહેલા પોરબંદરના દરિયાકિનારે વધુ પ્રમાણમાં માછલીઓ મૃત હાલતમાં મળી આવી છે,આવું વારંવાર દરિયા કિનારે જોવા મળે છે, તે જોઈને પોરબંદરવાસીઓનું દિલ દુભાતું રહે છે. સેવ પોરબંદર સી જ્યારે જેતપુરના પ્રદુષિત પાણીના પોરબંદરમાં છોડવાની વિદ્ધ આંદોલન છેડી રહ્યા છે,ત્યારે પોરબંદરના દરિયામાં કોઈપણ દ્વારા આ પ્રદુષિત પાણી ના છોડાય તે બાબતે સતત જાગૃત રહે છે, પોરબંદરના એક નાગરિક દ્વારા જિલ્લા કલેક્ટરને ફરીયાદ કરવામાં આવી છે કે, દરિયા કિનારે નિરમા ફેક્ટરીવાળા વિસ્તારમાં માછલીઓ મરે છે, આથી જિલ્લા કલેકટરે જી.પી.સી.બી. દ્વારા એ તપાસનો આદેશ આપેલો.
આથી સેવ પોરબંદર સી ના સભ્યોએ આ બાબતે જાગતા રહેવાની નેમ સાથે એક આવેદન આપ્યું કે, જી.પી.સી.બી. દ્વારા જે રિપોર્ટ કલેક્ટરને સોંપવામાં આવે તે રિપોર્ટ સમગ્ર પોરબંદર શહેરને જાહેર કરવામાં આવ્યા તથા ‘સેવ પોરબંદર સી’ ના સભ્યોને પણ આ અંતર્ગત જાણ કરવામાં આવે કે આ કયું પાણી છે? કેટલું પ્રદુષિત છે ? અને આ પ્રદુષણને ડામવા માટે જી.પી.સી.બી. તેમજ કલેકટર દ્વારા શા હુકમો થયા ?,સેવ પોરબંદર સી ની ટીમ અને જાગૃત નાગરિકો આજ પછી દરિયાકિનારે સતત જોતા રહેશે કે બિરલામાંથી બહાર ફેકાતું પાણી કેટલી હદે પ્રદુષિત અને ગરમ છે અને જે પગલા કલેક્ટર દ્વારા તેમને ચીંધવામાં આવ્યા છે તે પગલા ઉપર તેઓ કાર્ય કરી રહ્યા છે કે નહી. આ અંતર્ગત એક આવેદન જી.પી.સી.બી. ના મુખ્ય અધિકારીને પણ આપવામાં આવ્યો છે હાલમાં અહીં ચાર્જમાં છે અને તેમની ડ્યુટી જેતપુરમાં પણ છે.માછીમાર ભાઈઓને આ પ્રદૂષિત પાણીના કારણે નજીકમાં માછલીઓ નથી મળતી આથી તેમના દુર-દુર જવું પડે છે અને તેને કારણે તેમને આર્થિક ઘસારો તેમજ શ્રમ વધુ થાય છે અને પ્રમાણમાં આર્થિક નુકસાન પણ થાય છે. આ વાતની સાબિતી એ છે કે,કોરોનાકાળમાં બે વર્ષ દરમિયાન આ નિરમા ફેક્ટરી બંધ હતી તો તે લોકોને નજીકમાં જ માછલીઓ મળી જતી તેમને બે ત્રણ દિવસની ખેપ ન કરવાથી આર્થિક ફાયદો રહેતો.
છાયા અને તે બાજુના તમામ વિસ્તારોમાં રાત્રે આ બિરલા ફેક્ટરીનો ધુમાડો છોડાતો હોવાથી કાળી કોલસીનું સામ્રાજ્ય ફેલાયેલું રહે છે સાથે સાથે ત્યાં રહેલા તમામ લોકોને ચામડીના અને ફેફસાના રોગો થાય છે આ બાબતે પણ રજુઆતો કરવા છતાં કોઈ ફાયદો થયો નથી સમસ્યાનું કોઈ નિરાકરણ થતું નથી આશ્ચર્યની વાત તે છે કે, તેઓ ફેક્ટરીમાં પોરબંદરના લોકોને કાયમી રાખતા બંધ કરી દીધા છે, ટુંકમાં, આ ફેક્ટરીમાંથી પોરબંદરને કોઈ જ રોજગારી કે ફાયદો નથી તો નુકશાન શા માટે ભોગવે ?
‘સેવ પોરબંદર સી’ ની ટીમ હવેથી આ કોઈપણ પ્રકારના પ્રદુષણ ચલાવી નહી લે અને તે બાબતે જાગૃત રહી તમામ ટીમ ઉગ્રતા સાથે પોરબંદરને સ્વચ્છ કરવાની નેમ રાખે છે.આવેદન આપવાનું તાત્કાલિક ધોરણે નક્કી થતા મોટી સંખ્યામાં સભ્યો અને જાગૃત નાગરિકો પણ જોડાયા હતા.આજકાલ પ્રતિનિધિ-પોરબંદર
‘સેવ પોરબંદર સી’ સંસ્થાના સભ્યોએ નિ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતમાં આ VVIP કાર નંબર પ્લેટ વગર દોડી શકે છે રસ્તા પર
April 08, 2025 04:57 PMઆગામી તા.૨૩ એપ્રિલના રોજ કાલાવડ ખાતે તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે
April 08, 2025 04:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech