અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે રાય પોલીસવડા વિકાસ સહાય દ્રારા અપાયેલ સૂચનાના પગલે રાજકોટ પોલીસ દ્રારા અસામાજિક તત્વોના ગેરકાયદે બાંધકામ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગપે તાલુકા પોલીસનો સ્ટાફ તથા કલેકટર તત્રં દ્રારા વાવડી પોલીસ ચોકી પાસે સરકારી ખરાબ અને જમીનમાં ગેરકાયદે બાંધકામ કરનાર અને દેશી દાના સંખ્યાબધં ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલ મહિલાની પાંચ ઝુપડીઓ તથા એક દેરીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. ડિમોલેશનની આ કામગીરી સમયે નામચીન મહિલાઓએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી અને ઝપાઝપી કરી હતી બાદમાં ટીંગાટોળી કરી તેમને દૂર કરવામાં આવી હતી.એટલું જ નહીં આ મહિલાની પુત્રધૂએ પોલીસની હાજરીમાં દેશીદાનો જથ્થો સગેવગે કરવા પ્રયાસ કર્યેા હતો.જે પોલીસે કબજે કરી મહિલા સામે ગુનો નોંધ્યો હતો.
પંખુ જેલની હવા પણ ખાઈ ચૂકી છે
પ્રાપ્ત વિગતો મુજબ વાવડી પોલીસ ચોકી પાસે સરકારી ખરાબમામા ઝૂંપડા બાંધી રહેતી પંખુ વેરશીભાઈ સોલંકી નામની મહિલા અગાઉ દેશી દારૂના ૨૦ થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકી હોય અને પાસા હેઠળ જેલની હવા પણ ખાઈ ચૂકી છે. આ મહિલા અહીં દેશી દાનો વેપલો કરતી હોય અને તેણે સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદે ઝુપડાનું દબાણ કયુ હોવાનું માલુમ પડા બાદ આજરોજ કલેકટર તંત્રમાંથી એસડીએમ, મામલતદાર તેમજ એસીપી બી.જે. ચૌધરી, તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.એમ.હરીપરા તથા તાલુકા પોલીસ મથકનો સ્ટાફ અહીં ડિમોલિશનની કામગીરી માટે પહોંચ્યો હતો.
પોલીસની હાજરીમાં પંખુએ દેશી દારૂનું પોટલું ઉંચક્યું
ડિમોલિશનની કામગીરી દરમિયાન દેશીદાની ધંધાર્થી પંખુ સોલંકીએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી એટલું જ નહીં તેને અટકાવવાની કોશિશ કરતાં મહિલાએ પોલીસ સાથે ઝપાઝપી પણ કરી હતી. બાદમાં તેને ટીંગાટોળી કરી પીસીઆર વાનમાં બેસાડી દેવામાં આવી હતી. ત્યારબાદ અહીં પાંચ ઝૂંપડા અને દેરી સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ડિમોડિશનની આ કામગીરી દરમિયાન દેશી દાની ધંધાર્થી પંખુ સોલંકીની પુત્રવધુ અહીં ઝૂંપડામાંથી સામાન લઈ રહી હતી. આ દરમિયાન પોલીસની હાજરીમાં જ તેણે દેશી દારૂનું પોટલું ઉંચકી લઈ જવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસનું ધ્યાન જતા જ તેમણે તેને અટકાવી દેશી દાનો આ જથ્થો કબજે કરી પંખુની પુત્રવધુ અનિતા સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર: નવાગામ ઘેડ વિસ્તારમાં તાલુકા હેલ્થ ઓફિસમાં આગ લાગી
April 16, 2025 01:05 PMપંજાબ બેંકમાં અમરનાથ યાત્રાનું રજિસ્ટ્રેશન કરાવવા માટે અરજદારો ઉમટી પડતાં ભારે દેકારો
April 16, 2025 12:54 PMઆ 5 લોકોએ ભૂલથી પણ ન કરવી જોઈએ નાળિયેર પાણી પીવાની ભૂલ
April 16, 2025 12:46 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech