સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અંગ્રેજી ભવનમાં શોર્ટ ટર્મ કોર્સના નામે વડોદરાની એક ખાનગી એનજીઓને ખટાવવાનું કૌભાંડ થયું હોવાનો ચોકાવનારો આક્ષેપ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા અને યુનિવર્સિટીના સત્તા મંડળમાં જ રહેલા ડોક્ટર નિદત બારોટે કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિને આ સંદર્ભે આધાર પુરાવા સાથે પાઠવેલા એક પત્રમાં નિદત બારોટે જણાવ્યું છે કે અંગ્રેજી ભવન દ્વારા તારીખ 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન આ પ્રકારના કોર્સ નું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ રૂપિયા દોઢ લાખ આપ્યા છે. આ કાર્યક્રમ વડોદરાની બળવંત પારેખ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમના કોઓર્ડીનેટર તરીકે પ્રોફેસર કમલ મહેતા હતા અને તેમણે કમાલ કરીને હાજર રહેનાર સ્થાનિક વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 700 અને બહાર ગામના વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા 1,500 થી 2,500 ફી પેટે ઉઘરાવવાનું નક્કી કર્યું હતું. અંદાજે રૂપિયા દોઢથી બે લાખની રકમ રજીસ્ટ્રેશન ફી પેટે આ સંસ્થાને મળી છે.
રજીસ્ટ્રેશન ફી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અથવા તો ભવનના બેન્ક એકાઉન્ટમાં જમા થવી જોઈએ અને આવી રકમ વસૂલ્યા પછી વિદ્યાર્થીઓને તેની પહોંચ પણ આપવી પડે છે. આ બધી બાબતથી જુદું રજીસ્ટ્રેશન ફી વડોદરા ની બલવંત પારેખ સંસ્થાના બેન્ક એકાઉન્ટમાં સીધી જમા કરવાની સૂચના લેખિતમાં આપવામાં આવી હતી અને તે મુજબ જ થયું છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોઈ પ્રકારની પહોંચ પણ આપવામાં આવી નથી. આ સમગ્ર પ્રકરણમાં કમલ મહેતા ઉપરાંત ભવનના અધ્યક્ષ રવિ ઝાલાની છત્રછાયાનો પણ ઉપયોગ કરાયો હોવાનો આક્ષેપ નિદત બારોટે કર્યો છે.
વિદ્યાર્થીઓ પાસેથી રજીસ્ટ્રેશન ફી પેટે રુ. 700 થી રૂપિયા 2500 લેવાની મંજૂરી યુનિવર્સિટ તરફથી આપવામાં આવી હતી કે કેમ ?વિદ્યાર્થીઓને પહોંચ આપવામાં આવી છે કે નહીં ?એનજીઓના ખાતામાં રકમ સીધી જમા કરાવવાનું કાયદાકીય રીતે કેટલું યોગ્ય છે? ભવનના કેટલા અધ્યાપકોને આ કાર્યક્રમમાં લેક્ચર લેવાના પૈસા ચૂકવવામાં આવ્યા છે ? શૈક્ષણિક સમયમાં ભવનના અધ્યાપકોને આવા કાર્યક્રમમાં લેક્ચર આપવા માટે પૈસા ચૂકવવા પડે તેવી કોઈ જોગવાઈ છે કે નહીં ? કમલ મહેતા અને બરોડાની આ એનજીઓ વચ્ચે શું સંબંધ છે ? કોઈ એનજીઓ સ્પોન્સર બની યુનિવર્સિટીમાં કાર્યક્રમ કરે અને સ્પોન્સરશિપ માટે આપેલ રકમ સામે નોંધણી ફી તેને મળે, આવા વેપારની છૂટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ આપી છે કે કેમ ?તે સહિતની બાબતની તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા કુલપતિ સમક્ષ માગણી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech