મેઇન રોડ ઉપર પી.જી.વી.સી.એલ.નાં અનેક વીજ વાયરો નીચે લટકે છે
સલાયામાં ઘણા સમયથી પી.જી.વી.સી.એલનાં લાઈટનાં વાયરો નીચે લટકી રહ્યા છે. સલાયા નગર ગેટ થી પાંજરાપોળ અને કસ્ટમ રોડ જે સલાયાના મુખ્ય રોડ છે. આ રોડ બંદર તરફ જવા માટેનો રોડ છે. જેમાં અનેક મોટા વેપારીઓની દુકાનો આવેલ છે. આ રોડ ઉપરથી વેપારીઓની ચોખા, ખાંડ અને બાજરાની ગાડીઓ અવારનવાર આવતી હોઈ જે ગાડીઓ પેક હોઈ અને ઊંચાઈ વાળી હોઈ આં રોડ ઉપર નીચે લટકતા વીજ વાયરો એને અડકે છે. આ તમામ ગાડીઓ લોખંડની હોઈ છે.
જો આં વાયરો અડકવાના લીધે કોઈ જગ્યાએ શોર્ટ સર્કિટ થાય તો અકસ્માત થવાનો ભય રહે છે. માટે આ વાયર તાત્કાલિક ઉચા કરવા જરૂરી બન્યા છે. સલાયા બંદર હોવાથી અવારનવાર આં રસ્તા ઉપરથી ક્રેન, લાકડાની મોટી ગાડીઓ તેમજ અન્ય વેપારીઓના માલ વાહક વાહનો અવર જવર કરતા હોઈ છે. જો આં વાયર કોઈ વાહન અડકી જાય તો શોર્ટ સર્કિટ થઈ શકે અને મોટો અકસ્માત અથવા જાનહાનિ થઈ શકે છે.
પી.જી.વી.સી.એલ દ્વારા તાત્કાલિક આં વીજ વાયર નિયમ અનુસાર ઊંચાઈ ઉપર બાંધવા જરૂરી છે. અમુક મકાનોના સર્વિસ કેબલ પણ એટલા બધા નીચે છે કે અવાર નવાર કપાઈ જાય છે. જેથી પી.જી.વી.સી.એલ.એ આળસ ખંખેરી આં વીજના જીવતા વાયર નિયમ મુજબ ઉચા કરી બાંધવા જોઇએ.આં બાબતે વેપારી એશોષિયેશન દ્વારા લેખિત પીજિવિસીએલ માં અરજ કરેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિહોર શહેરમાં ભાડુઆત નોંધણી માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી
May 20, 2025 03:57 PMઅતિ વ્યસ્ત અને ધમધમાટ રહિત સિહોર-રાજકોટ રોડ પર મોતનો ખાડો
May 20, 2025 03:53 PMગારીયાધાર નગરપાલિકા દ્વારા કરોડોનો ભ્રષ્ટાચાર
May 20, 2025 03:49 PMઆંતકનો અંત નથી, વિદ્યાનગરમાં ત્રણ કાર આગને હવાલે કરી
May 20, 2025 03:46 PMમાતા-પિતા વિહોણી ક્ધયાઓનો સમૂહલગ્નોત્સવ યોજાયો
May 20, 2025 03:41 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech