ગુજરાતના વરિષ્ઠ IPS અધિકારી અને ભાવનગરના તત્કાલિન પોલીસ વડા રવીન્દ્ર પટેલ અચાનક કેન્દ્રીય એજન્સીઓની સેબી દ્વારા રડાર પર આવતા તેમની નાણાકીય લેવડદેવડ અને શેરબજારમાં મોટી હેરાફેરી મામલે તેમની વિરુદ્ધ તપાસ શરૂ કરવામાં આવી છે. હિંમતનગર, સાબરકાંઠા જિલ્લાના ખેડબહ્મા તાલુકાના ગલુડિયા નજીક આવેલ રોધરા ગામે રહેતા આઈપીએસ રવીન્દ્ર પટેલના સાળાના ઘરે કેટલીક શંકાસ્પદ માહિતીના આધારે કેન્દ્રિય એજન્સીની ટીમ ત્રાટકી હતી. જો કે, ટીમ દ્વારા મોડીરાત સુધી તપાસ કામગીરી કરાઈ હતી. પરંતુ કેન્દ્રીય એજન્સીની ટીમ દ્વારા કોઈ માહિતી આપવામાં આવી ન હતી.
પ્રાપ્ત માહિતી મુજબ રવીન્દ્ર પટેલના વતન અને તેમના આશ્રયસ્થાનો ઉપરાંત ખેડબહ્મા તાલુકાના ગલુડિયા નજીક આવેલ રોધરા ગામે રહેતા આઇપીએસ રવીન્દ્ર પટેલના સાળાના ઘરે કેન્દ્રીય એજન્સી દ્વારા રેડ કરાઈ હતી. જો કે, આ રેડ શું કામ અર્થે કરાઈ છે તેની હજી સુધી કોઈ માહિતી ટીમ દ્વારા અપાઈ ન હતી. સૂત્રો દ્વારા જણાવાયું હતું કે, કોઈ ગેરકાયદે નાણાકીય લેવડદેવડ અથવા તો શંકાસ્પદ વ્યવહારોને કારણે રેડ કરાઈ હતી. આઈપીએસ રવીન્દ્ર પટેલ ગાંધીનગરમાં પણ નિવાસસ્થાન ધરાવે છે. રવીન્દ્ર પટેલના ઘરે કેન્દ્રીય તપાસ એજન્સી સેબીએ ગુપ્ત રાહે દરોડા પાડયા હતા.
સેબીની ટીમ દ્વારા ખેડબ્રહ્માના રોધરા અને ગલોડિયા ગામે પણ તપાસ કાર્યવાહી હાથ ધરાઈ છે. આઇપીએસ રવીન્દ્ર પટેલના સાળાની પૂછપરછ પણ કરવામાં આવી હતી. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આઈપીએસ રવીન્દ્ર પટેલ હાલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં એકિઝક્યૂટિવ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવે છે.
આ પહેલા તેઓ પાટણમાં એસપી પણ રહી ચુક્યા છે આ સમયે અમદાવાદના વેપારીના અપહરણ કેસમાં તેમનુ નામ બહાર આવ્યું હતું. રવીન્દ્ર પટેલના પિતા ડી.એન. પટેલ ઈંૠ કક્ષાના નિવૃત ઈંઙજ અધિકારી હતા. શેર બજાર કોમોડિટીમાં નાણાંની મોટી હેરફેર લઈ ને કાર્યવાહી કરાઈ હોવાની આશંકા છે. સેબીની ટીમે હાલમાં ઈંઙજ રવીન્દ્ર પટેલ અને તેમના પરિવારના સભ્યો સહિત નજીકના સંબંધીઓના વિરુદ્ધ તપાસ હાથ ધરી હતી.એક માહિતી અનુસાર બેંક ખાતા, મિલકત, અને નાણાકીય લેવડદેવડની બારીક તપાસ સેબીની વિશેષ ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી હતી. શેરબજારમાં કરોડો રૂપિયાની હેરાફેરીની આશંકા વ્યક્ત કરાઈ હતી.આઈપીએસ રવીન્દ્ર પટેલને ત્યાં ઓચિંતી તપાસથી રાજયના પોલીસ તંત્રમાં ભારે ફફડાટ ફેલાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ TRP અગ્નિકાંડ બાદ મનપાના વધુ એક અધિકારી ACBના સકંજામાં, 75 લાખની અપ્રમાણસર મિલકતનો ખુલાસો
April 02, 2025 08:49 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech