રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ટ્રોલી સાથેના ટ્રેકટરની ચોરી કરનાર ચાર શખસોને ઝડપી લઇ તેમની પાસેથી પિયા ૩,૮૦,૦૦૦ નો મુદ્દામાલ કબજે કર્યેા હતો. આ ચોરી તેમણે વીસેક દિવસ પૂર્વે ગોંડલ તાલુકાના ગરનાળા ગામેથી કરી હોવાનું માલુમ પડું છે. આરોપીઓ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ? તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઇ વી.વી. ઓડેદરા, ડી.જી.બડવા, પેરોલ ફર્લેા શાખાના પીઆઈ એસ.જે.રાણા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન મળેલી બાતમીના આધારે ગોંડલ તાલુકાના ગુંદાળા ગામના પાટીદડ ગામ ચોકડી પાસેથી ટ્રોલી સાથેના ટ્રેકટર સાથે ચાર શખસોને ઝડપી લીધા હતા. આ ચારેય શખસોના નામ ઉમેશ જેરામભાઈ સોલંકી(ઉ.વ ૪૫), અતિશ ઉમેશભાઈ સોલંકી (ઉ.વ ૨૦), કૈલાશ પરબતભાઈ સોલંકી(ઉ.વ ૨૦)(રહે. ત્રણેય જામવાડી, ગોંડલ) અને સતીશ જયસુખભાઈ ડોડીયા (ઉ.વ ૨૨ રહે. દૂધસાગર રોડ, રાજકોટ) હોવાનું માલુમ પડું હતું. પોલીસે આ શખસો પાસેથી ટ્રેકટર અને ટ્રોલી સહિત ૩.૮૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યેા હતો.
ઝડપાયેલા આ શખસોની પોલીસે સઘન પૂછતાછ કરતા ગત તા. ૨૯ ૭૨૦૨૪ ના રાત્રીના સમયે ગોંડલ તાલુકાના ગરનાળા ગામે ગૌશાળાની બાજુમાંથી આ ટ્રેકટરની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. આરોપીઓ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલા છે કે કેમ? તે અંગે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech