આગામી તારીખ ૧૨ મેં શુક્રવારથી લોકસભાની ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે રાજકોટ બેઠક પરના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા રામનવમીના આગલા દિવસે એટલે કે તારીખ ૧૬ ના રોજ બપોરે વિજય મુહર્તમાં ફોર્મ ભરશે ફોર્મ ભરતા પહેલા બહત્પમાળી ભવન નજીક ચોકમાં જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં શકિત પ્રદર્શન કરી પાલા ફોર્મ ભરશે.
તા. ૧૨ એપ્રિલના રોજ ચૂંટણી પંચનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. તેમજ ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તા.૧૯ એપ્રિલ રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી તા.૨૦ એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. યારે ઉમેદવારી પત્રો પાછા ખેંચવાની છેલ્લી તા.૨૨ એપ્રિલ છે. મતદાનની તા.૦૭ મે અને મત ગણતરી તા.૦૪ જુનના રોજ કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂરી કરવાની છેલ્લી તારીખ તા.૦૬ જુન રહેશે
મતદાનના છેલ્લા ૪૮ કલાકમાં બલ્ક એસએમએસ કરવા ઉપર પ્રતિબંધ
મોબાઈલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન–આઈડીયા, સી.એસ.એન.એલ. (સેલ વન), રીલાયન્સ(જીયો), એરટેલ, ટાટા ટેલીકોમ્યુનીકેશન વિગેરે જેવી કંપનીઓએ રાજકોટ શહેર સહિત સમગ્ર રાજકોટ જીલ્લા વિસ્તારમાં કાયદાનો ભગં થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભગં થાય તેવા તથા ભારતના ચૂંટણી પચં ધ્વારા બહાર પાડવામાં આવેલ આદેશોસુચનાઓનો ભગં થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રક્રિયાને દુષિત કરે તેવા ગૃપબલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે નહિ કે કરવા દેશે નહીં. રાજકીય પ્રકાર તથા સ્વપના ગૃપબલ્ક એસ.એમ.એસ. મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલે કે, તા.૦૫ મે થી તા.૦૭ મે સુધી સંપુર્ણ પણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરશે.
ઉમેદવારી કરતી વેળાએ પાંચ જ વ્યકિતઓને જ કચેરીમાં દાખલ થવાનું રહેશે
ઉમેદવારી પત્રો રજુ કરવા માટે ચૂંટણી અધિકારી નિર્દિષ્ટ્ર મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરીમાં ઉમેદવાર અથવા તેના દરખાસ્ત કરનાર અને અન્ય ચાર મળી પાંચ વ્યકિતઓ જ પ્રવેશી શકશે. માન્યતા પ્રા સિવાયના પક્ષ તેમજ અપક્ષ ઉમેદવારોના દરખાસ્ત કરનારાની સંખ્યા દસ હોય છે. તેઓના કિસ્સામાં પણ પ્રથમ તબકકે ઉમેદવાર અને અન્ય ચાર તેમજ જર જણાય તો પ્રથમ ઉમેદવાર સાથે ગયેલા ચાર દરખાસ્ત કરનારા ચૂંટણી અધિકારીની કચેરીમાંથી બહાર નીકળી જાય ત્યારબાદ બાકીના ચાર અને ત્યારબાદ અન્ય બે દરખાસ્ત કરનારાઓ ચૂંટણી અધિકારીની કચેરીમાં પ્રવેશી શકશે. એટલે કે કોઈપણ સુચિત ઉમેદવારે તેમના ટેકેદારો, દરખાસ્ત કરનારાઓ કે સમર્થકો સાથે ચારથી વધુ સંખ્યામાં ચૂંટણી અધિકારીનિર્દિષ્ટ્ર મદદનીશ ચૂંટણીઅધિકારીની કચેરીમાં પ્રવેશ કરવો નહીં. ઉમેદવારી પત્ર રજુ કરવા આવતા સમયે ચૂંટણી અધિકારી કે મદદનીશ ચૂંટણી અધિકારીની કચેરી આસપાસના ૧૦૦ મીટરના વિસ્તારમાં વધુમાં વધુ ત્રણ વાહનો સાથે પ્રવેશી શકાશે. ત્રણથી વધુ વાહનો સાથે કચેરીના ૧૦૦ મીટરના વિસ્તારમાં કોઈએ પ્રવેશવું નહી તેઓ આદેશ કરાયો છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech