પોરબંદરમાં સિટી બસના ડ્રાઇવરોને ટ્રાફિક નિયમ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.પોરબંદરના પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર પોરબંદર શહેરમાં આવેલ સુદામાચોક સીટી બસ સ્ટેન્ડ ખાતે ટ્રાફિક અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ,
જેમાં પોરબંદર મહાનગરપાલિકા દ્વારા સંચાલિત તમામ સીટી બસના ડ્રાઈવર અને સંચાલકને વાહન અકસ્માત ન સર્જાય તે માટે જરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ.વાહન ઓવર સ્પીડમાં ન ચલાવવા, રોગસાઈડમાં વાહન ન ચલાવવા, વાહનના પાર્કિંગ બાબતે, વાહન ચલાવતી વખતે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તેમજ તેમની અને લોકોની સલામતી અને સુરક્ષા માટે સાવચેતી અને કાળજીપુર્વક ડ્રાઈવિંગ કરવા અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અને ગુડ સમરીટન (રાહવીર યોજના) બાબતે જરૂરી કાયદાકીય માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ તેમજ લોકોને માર્ગ સુરક્ષા માટેના સોનેરી નિયમોની પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMમોટી રાજસ્થળી ગામે સુજલામ સુફલામ જળ અભિયાનની કામગીરીનો પ્રારંભ
May 17, 2025 05:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech