અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેમના સાથીને ફેબ્રુઆરી ૨૦૨૫ સુધી અવકાશમાં રહેવું પડી શકે છે. નાસાએ ગયા અઠવાડિયે એક અપડેટમાં આવી આશંકા વ્યકત કરી હતી. વિલિયમ્સ અને તેના સાથી બૂચ વિલ્મોર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર બે મહિનાથી વધુ સમયથી ફસાયા છે. બંને અવકાશયાત્રીઓ માત્ર આઠ દિવસના મિશન પર ગયા હતા, પરંતુ બોઈંગના સ્ટારલાઈનર અવકાશયાનમાં ટેકનિકલ ખામીને કારણે તેઓ અટવાઈ ગયા હતા. મિશનને લંબાવવાથી બંનેના સ્વાસ્થ્ય માટે મોટો ખતરો ઉભો થયો હતો છે.અવકાશની કઠોર પરિસ્થિતિઓ અવકાશયાત્રીઓને શારીરિક અને માનસિક રીતે બીમાર બનાવી શકે છે.
અવકાશમાં લાંબા સમય સુધી રહેનારા અવકાશયાત્રીઓ માટે સૌથી મોટો ખતરો રેડિયેશન છે. ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ ૪૦૦ કિલોમીટરની ઉંચાઈ પર છે. અહીં રહેતા અવકાશયાત્રીઓને પૃથ્વી કરતાં વધુ રેડિયેશનનો સામનો કરવો પડે છે. પૃથ્વી પર હાજર વાતાવરણ આપણને આ રેડિયેશનથી બચાવે છે પરંતુ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આવું કોઈ આવરણ નથી. ભલે નાસા સમયાંતરે અવકાશયાત્રીઓના રેડિયેશન લેવલની તપાસ કરતું રહે છે, પરંતુ લાંબા સમય સુધી અવકાશમાં રહેવામાં જોખમ રહેલું છે. અહેવાલો અનુસાર, સુનિતા વિલિયમ્સ અને બૂચ વિલ્મોરને ૧૫૦ થી ૬,૦૦૦ છાતીના એકસ–રે સુધીના રેડિયેશનનો સામનો કરવો પડી શકે છે. આટલા મોટા પ્રમાણમાં રેડિયેશનને કારણે કેન્સર અને અન્ય જીવલેણ રોગોનું જોખમ અનેકગણું વધી જાય છે.સ્પેસ મિશનના મનોવૈજ્ઞાનિક પડકારો પણ ઓછા નથી. સુનિતા વિલિયમ્સનું મિશન માત્ર આઠ દિવસનું હતું, પરંતુ હવે તેને ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર આવ્યાને બે મહિનાથી વધુ સમય થઈ ગયો છે. ફેબ્રુઆરી ૨૦૨૫ની તારીખનો અર્થ છે કે તેમને ૮ દિવસને બદલે નવ મહિના સુધી અવકાશમાં રહેવું પડી શકે છે. અવકાશયાત્રીઓને અવકાશમાં એકલતા, બધં જગ્યાઓ અને પૃથ્વીથી દૂર રહેવાના માનસિક પડકારોનો સામનો કરવો પડે છે.આના કારણે અવકાશયાત્રીઓ તણાવ, ચિંતા અને હતાશાનો ભોગ બની શકે છે. સુનીતા વિલિયમ્સના માનસિક સ્વાસ્થ્યને અસર થઈ શકે છે, જે ચોક્કસપણે તેના શરીર પર પણ અસર કરશે.વિલિયમ્સ અને વિલ્મોર બંને અનુભવી અવકાશયાત્રીઓ હોવા છતાં, તેમને ધ્યાન અને મનોબળ જાળવવામાં પણ મુશ્કેલી પડી શકે છે.અવકાશયાત્રીઓને અવકાશમાં શૂન્ય ગુત્વાકર્ષણનો પણ સામનો કરવો પડે છે. પૃથ્વી પર, ગુત્વાકર્ષણ નિયમિત શારીરિક પ્રવૃત્તિ દ્રારા અસ્થિ ઘનતા અને સ્નાયુ સમૂહ જાળવવામાં મદદ કરે છે. જો કે, અવકાશના માઇક્રોગ્રેવીટી વાતાવરણમાં, કસરત કુદરતી રીતે થઈ શકતી નથી. આ અસ્થિ ઘનતા અને સ્નાયુ સમૂહ ઘટાડે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech