રાજસ્થાનના ગુલાબી પથ્થરોમાંથી બનેલા અબુધાબીના પ્રથમ સ્વામિનારાયણ મંદિરની મહંત સ્વામીના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી આ મંદિર તેની ભવ્યતાથી દુનિયાભરના લોકોને આકર્ષે છે. ભારતીય સમય અનુસાર સાંજે છ વાગ્યે મંદિરનો લોકાર્પણ સમારોહ યોજાશે. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાન સહિત અન્ય દેવી-દેવતાઓની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે. તે સિવાય રામ-સીતા, રાધા-કૃષ્ણ, શિવ-પાર્વતી, હનુમાનજી, ગણપતિ સહિત 15 દેવી-દેવતાઓની મૂર્તિની સ્થાપ્ના કરવામાં આવી છે.
અબુ ધાબીના ઐતિહાસિક બીએપીએસ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણનો અવસર સમગ્ર વિશ્વ માટે સંવાદિતા, સ્નેહ અને સહિષ્ણુતાનો સંદેશ લઈને આવી રહ્યો છે.27 એકરમાં બનેલું આ 108 ફૂટ ઊંચું મંદિર એક સ્થાપત્ય અજાયબી માનવામાં આવે છે. ગંગા અને યમુના નદીઓનું પવિત્ર જળ મંદિરની બંને બાજુ વહે છે, જેને ભારતથી વિશાળ ક્ધટેનરમાં લાવવામાં આવ્યું હતું.
મંદિરમાં કોઇ પણ જગ્યાએ સ્ટીલ કે લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. મંદિરમાં 2 ભવ્ય ડોમ બનાવાયા છે જેને ડોમ ઓફ હાર્મની અને ડોમ ઓફ પીસ કહેવામાં આવે છે. આ મંદિર 108 ફૂટની ઊંચાઈ છે જ્યારે 262 ફૂટ લંબાઈ અને 180 ફૂટ પહોળાઈ છે. યુએઈના 7 અમીરાતનું પ્રતિનિધિત્વ કરતાં મંદિર પર 7 શીખર છે. મંદિરના પ્રાગણમાં નેનો ટાઈલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે તથા સમગ્ર મંદિરમાં 350 થી વધુ સેન્સર મૂકવામાં આવ્યા છે. મંદિરમાં ભારતની ત્રણ પવિત્ર નદીઓ ગંગા , યમુના અને સરસ્વતી નું પ્રતીક પ્રવાહ વ્હાવવામાં આવશે. સ્વામી બ્રહ્મવિહારીદાસે મંગળવારે જણાવ્યું હતું કે મંદિરના ખૂણેખૂણે ભારતની ઝલક જોવા મળશે. અહીં વારાણસીના ઘાટની ઝલક પણ જોવા મળશે.
પીએમ મોદી વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને સંબોધિત કરશે
મોદી યુએઇના રાષ્ટ્રપતિ સાથે પરસ્પર હિતના ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર પણ ચચર્િ કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી યુએઈના ઉપરાષ્ટ્રપતિ, વડાપ્રધાન અને સંરક્ષણ મંત્રી શેખ મોહમ્મદ બિન રાશિદ અલ મકતુમને પણ મળશે. પીએમ મોદી બુધવારે દુબઈમાં વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2024ને ગેસ્ટ ઓફ ઓનર તરીકે સંબોધિત કરશે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ 2015માં પીએમ મોદીએ ઐતિહાસિક મુલાકાત લીધી હતી. આ પછી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં વધારો થયો છે.
દુબઈમાં હિન્દુ મંદિર ક્યાં બનેલું છે?
આ મંદિર દુબઈની રાજધાની અબુ ધાબીમાં ’અલ વાકબા’ નામની જગ્યા પર બનાવવામાં આવ્યું છે. આ ધાર્મિક સ્થળ 20,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. હાઈવેને અડીને આવેલ અલ વાકબા નામનું સ્થળ અબુ ધાબીથી લગભગ 30 મિનિટ દૂર છે. તેની કલ્પ્ના લગભગ અઢી દાયકા પહેલા 1997 માં બીએપીએસ સંસ્થાના તત્કાલિન વડા પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજકોટ નાગરિક બેન્કની ચૂંટણીનું રાજકોટ સહિત સાત બેઠકો પર મતદાન શરૂ
November 17, 2024 10:58 AMનાઈજીરીયામાં પીએમ મોદીને મળીને ભારતીયો થયા ગદગદ, 17 વર્ષમાં ભારતીય પીએમની આ દેશની પ્રથમ મુલાકાત
November 17, 2024 10:25 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech