ભ્રષ્ટાચારના કારણે બંધ કરી દેવાયેલા ગુજરાત જમીન વિકાસ નિગમ દ્વારા તેના નિવૃત્ત કર્મચારીઓની બાકી નિકળતી રકમ માટે દરખાસ્ત મંગાવીને હેરાન કરવામાં આવતા હોવાથી ગુજરાત માહિતી આયોગે નિગમના નાણા અને હિસાબી અધિકારીને આવી દરખાસ્તો નહીં મંગાવવા તેમજ બાકી લેણાં ઝડપથી ચૂકવી આપવાની મૌખિક સૂચના આપી છે.
કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે રાજ્ય સરકારે આ નિગમને વાઇન્ડ અપ કરી દીધું છે પરંતુ નિગમના પૂર્વ હિસાબી અધિકારીની નવી તરકીબના કારણે નિવૃત્ત કર્મચારીઓ પરેશાન થઇ રહ્યાં છે. પોતાના બાકી નિકળતાં લેણાં-એરિયસ માટે કર્મચારીએ જાતે જ દરખાસ્ત કરવાની રહેશે તેવી મનઘડંત પ્રથાના કારણે કર્મચારીઓ માટે મુશ્કેલી ઉભી થઇ છે.
કર્મચારીને કોઈપણ જાતનું એરિયસ લેવાનું હોય તો તેના માટે નિગમ દ્વારા સોફ્ટવેરથી ગણતરી કરી સીધે સીધું એરિયર્સ ચૂકવવાનું હોય છે પરંતુ નિગમ દ્વારા જે તે કર્મચારી પાસેથી કેટલું એરિયસ લેવાનું રહે છે તેની ગણતરી કરાવી અનેક જાતની દરખાસ્તો મંગાવવામાં આવે છે. આ માટે કર્મચારીએ વહીવટી શાખા અને હિસાબ શાખાના કોઠા વિંધવા પડે છે.
જો કોઇ કર્મચારીનું અવસાન થયું હોય તો તેના પરિવારના સભ્યો આવી દરખાસ્ત કેવી રીતે તૈયાર કરે તે પ્રશ્ન છે. આવી દરખાસ્ત પટાવાળા, ડ્રાઇવર અને અન્ય કર્મચારીઓએ કરવાની હોય છે કે જેઓ સોફ્ટવેર વિના દરખાસ્ત તૈયાર કરી શકતા નથી. નિગમ સાથેના નિવૃત્તોના ઉચ્ચતર પગારધોરણ અને સાતમા પગારધોરણની લેણાં રકમ માટે કચેરી દ્વારા દરખાસ્ત તૈયાર કરાવવામાં આવે છે જે તદ્દન ગેરકાયદે છે. હકીકતમાં બાકી નિકળતી રકમની ગણતરી હિસાબી અધિકારીની કચેરીએ કરી પેમેન્ટ કરવાનું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવિદ્યાનગરમાં ગેરકાયદે ઓટલા તોડી પડાયા
April 05, 2025 04:22 PMકુંભારવાડામાં ા.૭ લાખના તાંબા-પિતળની ચોરી કરનાર ત્રણ ઝડપાયા
April 05, 2025 04:15 PMસગીરા પર પર દુષ્કમ આચરનાર આરોપીને ૨૦ વર્ષની સખ્ત કેદ
April 05, 2025 04:14 PMઆવતીકાલે રામ નવમીના અવસરે પ્રધાનમંત્રી તમિલનાડુની લેશે મુલાકાત
April 05, 2025 04:13 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech