ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ગેરકાયદે દબાણ દૂર કરવાની કાર્યવાહી સતત જારી રાખવામાં આવી છે. જેમાં શહેરના વિઠ્ઠલવાડી પાસેથી ધાર્મિક સહિતના ૧૦થી વધુ દબાણ હટાવ્યા હતાં. ધાર્મિક દબાણ દૂર કરાતા લોકોમાં રોષ ફેલાયો હતો.
શહેરના વિઠ્ઠલવાડીથી નિર્મળનગર સુધીના રોડ પર મહાપાલિકાના એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેમાં હનુમાનજીની દેરી, મામાનો ઓટલો, લારી-ગલ્લા સહિતના ૧૦થી વધુ દબાણ હટાવવામાં આવ્યા હતાં. ધાર્મિક દબાણ દૂર કરવામાં આવતા સ્થાનિક લોકોમાં નારાજગી સાથે રોષ ફેલાયો હતો. અને દબાણ નહીં હટાવવા લોકોએ જણાવ્યુ હતુ પરંતુ ટીમે લોકોના વિરોધ અને રોષ વચ્ચે દબાણ તોડી પાડયા હતાં.
મહાપાલિકાએ ગેરકાયદે લારી-ગલ્લાના દબાણ દૂર કરતા દબાણકર્તાઓમાં દોડધામ મચી જવા પામી હતી. આગામી દિવસોમાં ગેરકાયદે દબાણ દૂર હટાવવાની કામગીરી યથાવત રહેશે તેમ મહાપાલિકાના એસ્ટેટ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલ તાલુકાના ધ્રાંગડા ગામ ની સીમમાં ખનીજ ચોરી નું મસ્ત મોટું કૌભાંડ..
March 31, 2025 05:37 PMજામનગરમાં ચેઈન સ્નેચિંગના આરોપીઓ ઝડપાયા
March 31, 2025 05:19 PMપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech