આજે પણ બોલીવુડના શહેનશાહને મીનાજી સાથે કામ ન કરી શક્યાનો વસવસો
બધા જ લોકો જાણે છે કે રેખાને અમિતાભ બચ્ચન માટે કેવી મજાની લાગણી છે અને જાણીને નવાઈ લાગશે કે બીગ બી અન્ય અભિનેત્રીના આશિક હતા અને તે નામ છે મીનાકુમારી નું.
કોન બનેગા કરોડપતિની 16 સિઝનના એક એપિસોડમાં અમિતાભ બચ્ચનને પોતાના શાનદાર કરિયર વિશે અને પોતાની સૌથી પ્રિય અભિનેત્રી વિશે વાત કરી હતી. સાથે જ તેણે જણાવ્યું કે એવી કઈ અભિનેત્રી છે જે તેને ખૂબ જ ગમતી હતી અને તેની સાથે કામ કરવું હતું પરંતુ તે શક્ય બન્યું નહીં. આ અભિનેત્રી સાથે કામ ન કરવાનો અફસોસ અમિતાભ બચ્ચનને આજે પણ છે.
કોન બનેગા કરોડપતિના એક એપિસોડમાં વિદ્યા બાલન અને કાર્તિક આર્યન પહોંચ્યા હતા. આ બંને કલાકારો સાથે વાતચીત કરતી વખતે અમિતાભ બચ્ચનને લેજેન્ડરી એક્ટ્રેસ મીનાકુમારી અને વહીદા રહેમાન વિશે વાત કરી હતી. અમિતાભ બચ્ચનને ફિલ્મ પ્યાસાના વહીદા રહેમાનના એક સીનને યાદ કર્યો હતો. જેને અમિતાભ બચ્ચન પર છાપ છોડી દીધી હતી. સાથે જ તેમણે 1962 ની હીટ ફિલ્મ સાહેબ બીબી ઓર ગુલામ વિશે વાત કરી મીનાકુમારીને યાદ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મીનાકુમારી સાથે કામ ન કરી શકવાનો અફસોસ તેમને આજે પણ છે.
અમિતાભ બચ્ચનને જણાવ્યું કે મીનાકુમારી સાથે કામ કરવાની તક ન મળી તે વાત આજે પણ તેમને અફસોસ કરાવે છે. તેમણે કહ્યું હતું કે સાહેબ બીબી ઓર ગુલામ નું ગીત ન જાઓ સૈયા... મીના કુમારી એ એવી રીતે રજૂ કર્યું કે તેઓ આ ગીતને વારંવાર જોતા રહેતા. અમિતાભ બચ્ચનને જણાવ્યું કે વહીદા રહેમાન તેમની પ્રિય અભિનેત્રી છે.
અમિતાભ બચ્ચન ની વાત સાંભળીને વિદ્યા બાલન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. મહત્વનું છે કે વિદ્યા બાલન અને કાર્તિક આર્યન તેમની ફિલ્મ ભૂલભૂલૈયા ના પ્રમોશન માટે કોન બનેગા કરોડપતિમાં પહોંચ્યા હતા.વિદ્યા બાલન અને કાર્તિક આર્યન ની આ ફિલ્મ 1 નવેમ્બરે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech