રાજકોટ આરટીઓ દ્રારા વાહન ચેકિંગની કામગીરી દરમિયાન હાઇવે પર વાહનમાં કંપની ફિટિંગની લાઈટમાં મોડીફાઇ કરી વધુ પ્રકાશ ફેંકતી વાઈટ લાઈટ ફિટ કરાવી તેમજ વધારાની લાઈટ ફિટ કરી નીકળતા ૧૦૦ જેટલા વાહન ચાલકોને એક લાખ જેટલો દડં ફટકારવામાં આવ્યો છે. આ ઉપરાંત સૌથી વધુ હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગરના ૧૯૭ વાહન ચાલકોને ,૧,૯૦,૦૦૦નો દડં કરવામાં આવ્યો હતો.
રાજકોટ સહિત રાયના શહેર અને ધોરીમાર્ગેા પર વાહનોમાં આંખો આજીં દેતી વ્હાઇટ(સફેદ) હેડલાઈટના કારણે લોકોને વાહન ચલાવવામાં મુશ્કેલી નહીં અતિ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કંપની ફિટિંગ ઉપરાંતની વાહન ચાલકો હેવી વધુ પ્રકાશ ફેંકતી મોડીફાઇ હેડલાઇડ ફિટ કરાવી રોડ–રસ્તા ઉપર રાત્રીના ધોળો દિવસ કરી દેતા હોઈ છે પરંતુ સામેથી આવતા વાહન ચાલકોની આંખોમાં સીધો પ્રકાશ પડતો હોવાથી કેટલીક સેકન્ડ માટે આંખો બધં થઇ જવાથી જીવલેણ અકસ્માત પણ નોતરી શકે છે. વાહનમાં આવી મોડીફાઈ કરીને ફિટ કરવામાં આવતી વ્હાઇટ લાઈટ સાથે નીકળતા ૧૦૦ જેટલા ચાલકો સામે આરટીઓએ એક મહિના દરમિયાન કાર્યવાહી કરી એક લાખ જેટલો દડં ફટકાર્યેા છે. જો કે ટ્રાફિક પોલીસ દ્રારા આ બાબતે હજુ ઉદાહરણ પ કાર્યવાહી કરવામાં આવી હોઈ તેમ જોવા મળ્યું નથી. આ ઉપરાંત આરટીઓ દ્રારા સપ્ટેમ્બર મહિનામાં ટ્રાફિક અને રોડ સેફટીના જુદા જુદા નિયમ ભગં કરવા બદલ કુલ ૯૪૬ વાહન ચાલકોને .૪૦,૪૦,૯૯૮નો દડં ફટકાર્યેા છે. આ કાર્યવાહી આરટીઓ કે.એમ.ખપેડની સૂચનાથી ઇન્સ્પેકટરની ટિમ દ્રારા કરવામાં આવી હતી.
ક્રમ ગુનાની વિગત કેસની સંખ્યા દંડની રકમ
(૧) હેલ્મેટ, સીટબેલ્ટ, પીયુસી, વીમા વગર ૧૯૭ ૧,૯૦,૦૦૦
(૨) ઓવરલોડીગ ૧૬૫ ૨૦,૫૪,૫૦૦
(૩) વ્હાઇટ લાઇટ એલઈડી, રોંગ–લેન ૧૨૮ ૧,૩૩,૦૦૦
(૪) ડ્રાઇવિંગ લાયસન્સ વગરના વાહન ૧૧૨ ૨,૨૪,૦૦૦
(૫) ફિટેનશ વગરના વાહન ૫૮ ૨,૯૦,૦૦૦
(૬) વાહન સેફટી એંગલ ૯૮ ૯૮૦૦૦
(૭) ભયજનક રીતે અને ઓવરસ્પીડ ૫૮ ૧,૧૧,૫૦૦
(૮) ઓવર ડાઇમેન્સન ૩૨ ૧,૭૯,૫૦૦
(૯) રેડિયમ રેફલેકટર– રોડ સેટી સબંધિત ૪૪ ૪૪,૦૦૦
(૧૦) કલેન્ડેસ્ટાઇન ઓપરેશન ૩૯ ૩,૯૦,૫૦૦
(૧૧) ટેકસ વગર ચાલતા વાહનો ૧૨ ૩,૨૪,૯૯૮
(૧૨) અન્ય ૩ ૧૫૦૦
કુલ કેસ: ૯૪૬ કુલ દડં ૪૦,૪૦,૯૯૮
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech