જિલ્લા આરોગ્ય સંકલન સમિતિ તેમજ જિલ્લા આરોગ્ય સોસાયટી ગવનિગ બોડીની બેઠક યોજાઈ હતી. સારવાર માટે સરકારી હોસ્પિટલ અને જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કેન્દ્રમાં આવતા ૩૦ વર્ષથી વધુ વયના તમામ દર્દીઓના બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના રિપોર્ટ થવા જોઈએ તેવી ભલામણ આ બેઠકમાં કરવામાં આવી હતી.
આ બેઠકમાં રાજકોટ જિલ્લામાં ટી.બી. મુકત ભારત અભિયાન અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરી હતી. ઉપરાંત રાજકોટ જિલ્લાના દિવ્યાંગ લોકોને સાઘન સહાય વિતરણ અંગે એલિમ્કો દ્રારા કરાયેલ એસેસમેન્ટ કેમ્પ અન્વયે ઉમદા કામગીરી કરનાર સીડીએચઓ સહિત આરોગ્ય વિભાગના ૨૫ ડોકટર્સ, અધિક્ષકોને પ્રમાણપત્ર એનાયત કરી ભવિષ્યમાં પણ આવી જ રીતે સરાહનીય કામગીરી કરતા રહોવાની શુભેચ્છા પાઠવી હતી.
ઉપરાંત જિલ્લામાં આરોગ્ય કેન્દ્રના બાંધકામ માટેના જમીનના પ્રશ્નોના નિવારણ તેમજ દવાઓ, વાહન સહિતની બાબતે સમીક્ષા કરી જરી માર્ગદર્શન આપ્યું હતું.
પીડીયુ હોસ્પિટલમા કેમેરા, જરી મશીનરી અંગે સમીક્ષા કરી હતી.
આ બેઠકમાં ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારીએ ઋતુજન્ય રોગો અંગે થયેલ કામગીરીની માહિતી મેળવી જરી માર્ગદર્શન આપ્યુ હતુ.
આરોગ્ય કેન્દ્રમાં આવતા ૩૦ વર્ષથી વધુ ઉંમરના લોકોનું બ્લડપ્રેશર, ડાયાબિટીસ ચેક કરવા તેમજ ૭૦ વર્ષથી વધુ વયના નાગરિકોના આયુષ્યમાન કાર્ડ, પીએમજેએવાય અને આભા કાર્ડ કઢાવવામાં મદદપ થવા તાલુકા હેલ્થ ઓફિસર તેમજ ડોકટર્સને કયુએમઓ ડો.સિંગે સુચન કર્યુ હતુ.
આ બેઠકમાં આર.ડી.ડી. ડો. મહેતા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ફુલમાલી, જિલ્લા આર.સી.એચ ઓફિસર જોશી, સિવિલ હોસ્પિટલના ડોકટર્સ સહિત તાલુકા હેલ્થ ઓફિસરો અને મેડિકલ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ગુગ્ગળી જ્ઞાતિ અને હિન્દુ સંસ્થાઓ દ્વારા રેલી: આવેદન
April 03, 2025 01:15 PMજામનગર : જીજી હોસ્પિટલના અધિક્ષક દ્વારા આપવામાં આવી પ્રતિક્રિયા
April 03, 2025 01:08 PMજામનગરની ચકચારી લૂંટના મુખ્ય આરોપીને જામીન ઉપર મુકત કરતી કોર્ટ
April 03, 2025 12:52 PMખાંભા ગીરના ગામડાઓમાં શિકારની શોધમાં રાત્રિના સિંહના આટા ફેરા...
April 03, 2025 12:50 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech