શહેરના નવા ૧૫૦ ફૂટ રીંગ રોડ આવેલા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ૧૩ વર્ષની દીકરીએ લીમડાના ઝાડ સાથે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. થોડા દિવસ પૂર્વે જ સગીરાનું અપહરણ થયું હોય જેમાં પોલીસે આરોપીને પકડી સગીરાને મુકત કરાવી હતી. બાદમાં તે સતત ચિંતામાં રહેતી હોય અને ગઈકાલે તેણે આ પગલું ભરી લીધું હતું.
સગીરાએ કયાં કારણોસર આપઘાત કર્યેા તે હજુ ચોક્કસપણે જાણી શકાયું નથી.. આ મામલે પોલીસ તપાસ ચલાવી રહી છે. જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં નવા ૧૫૦ ફટ રીંગ રોડ પર વિકટોરિયા ગાર્ડન પાછળ ૧૩ વર્ષની તણીએ લીમડાના ઝાડમાં ફાસો ખાય આપઘાત કરી લીધો હોવાની જાણ થતા ૧૦૮ ની ટીમ અહીં પહોંચી બાદમાં પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ કારેણા તથા સ્ટાફ અહીં પહોંચી ગયો હતો. તણીના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડી જરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી હકીકત સામે આવી હતી કે, ૧૩ વર્ષની આ સગીરા દુષ્કર્મનો ભોગ બની હોય પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. યારે સગીરાને મુકત કરાવી પરિવારને સોંપી હતી. ત્યારબાદ તણી સતત ચિંતામાં રહેતી હતી અને તેના લીધે જ આ પગલું ભરી લીધું હોવાનું માલુમ પડું છે. જો કે આપઘાતનું ચોક્કસ કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech