હિંદ મહાસાગરના ખૂબ મોટા ટાપુ એવાં ઈન્ડોનેશિયા દેશના યોગકર્તા શહેરમાં યોજાયેલી રામકથા "માનસ સમુદ્રાભિષેક" બીજા દિવસમાં પ્રવેશી હતી. કથાના માંગલિક વાણીને વહાવતા મોરારિબાપુએ કહ્યું હતું કે અભિષેક એ ત્રણ પ્રકારનો તો છે જ શિવાભિષેક, જલાભિષેક અને હ્રદયાભિષેક. પરંતુ માનસ કે ગીતા કે કોઈ ગ્રંથ વાંચતા જયારે હૈચુ તરબતર થઈ જાય ત્યારે જે અભિષેક થાય છે એ ગ્રંથાભિષેક છે. એટલે રામચરિત માનસ એક રીતે પંચામૃતનો પણ અભિષેક છે.જેમાં સોરઠા, દોહા, ચોપાઈ, છંદ અને શ્લોક આવે છે એટલે કે દૂધ,દહીં,મધ, સાકર અને ઘી અનુક્રમે બધું જ માનસમાં સમાહિત છે. યજુર્વેદ રહે છે કે પ્રસન્નતા એ ઔષધી છે પવિત્રતા પણ ઔષધી છે. મન, બુદ્ધિ, ચિત પવિત્ર તો આપણે પવિત્ર રહીએ. ગુરુચરણથી પવિત્ર થવાય છે. રામ ૧૬ શીલથી અલંકૃત છે. શિવ ૧૬ રસથી અલંકૃત છે અને દુગાં ૧૬ પૂજાથી અલંકૃત છે. બાપુએ સમુદ્રના ૧૪ રવની વાત કરી તેમ બુદ્ધ પુરુષના પણ ૧૬ લક્ષણો છે. જે સ્વને જાણી લે તે પ્રથમ પૂજય છે. પુજ્યતાને માન્યતા નહીં ધન્યતા મળે છે. ભગવાન રામ ધર્મ, ક્ષમા, મૌન, ધૈર્ય, કરુણા, સ્મરણ, વિસ્મરણ,
સ્વીકાર, સંસ્કાર અને સત્યશીલ છે. કથાના ક્રમમાં રામચરિત માનસના બધા પાત્રોની વંદનાની કથા આગળ વધી હતી. શિવજી પાર્વતીજીને કથા સંભળાવે છે અને એ કથાના રામનું મહત્વ સ્થાપિત કરે છે તેનો ક્રમ આગળ વધ્યો હતો. કથા દરમિયાન બાપુએ ભારતની એથ્લેટ વિનેશ ફોગાટ ફાઈનલમાંથી માત્ર ૧૦૦ ગ્રામ વધારે વજનના કારણે બહાર નીકળી તે માટે ખેદ વ્યક્ત કર્યો હતો. વિનેશને આશીર્વાદ આપતાં બાપુએ કહ્યું હતું કે તમારાથી સમગ્ર રાષ્ટ્રને ગૌરવ છે. સાંજની બેઠકમાં અલગ અલગ કલાકારોએ પોતાની પ્રસ્તુતિ કરી હતી. કથામા ઈન્ડોનેશિયા ઉપરાંત ૧૫-૨૦ દેશોના મહેમાનો ઉપસ્થિત છે.યોગ્યકર્તા શહેરની પંચતારક હોટેલ મેરિયોટમા આ કથા ગવાઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઝાંસી મેડિકલ કોલેજ અકસ્માત: તપાસ માટે 4 ડોક્ટરોની સ્પેશિયલ પેનલની રચના
November 16, 2024 08:01 PMમહારાષ્ટ્ર ચૂંટણીમાં ફરજ બજાવશે જામનગર હોમ ગાર્ડના જવાનો, રાત્રે ટ્રેન મારફતે થયા રવાના
November 16, 2024 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech